Gujarat

આણંદના કલમસરમાં હજારોની મેદની વચ્ચે કીર્તિદાનનો ડાયરો

આણંદ
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. દરરોજ ૫થી ૬ હજાર કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આ પ્રમાણે લોકડાયરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા તેમજ કોરોના નિયમોનું ભંગ થતા આવનારા સમયમાં રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે.આણંદના કલમસરમાં કિર્તિદાન ગઢવીનો ડાયરો થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રીએ પણ જાહેર મેળાવડામાં લોકોને ન જવા અપિલ કરી છે. તેમ છતાં આ પ્રકારના લોક ડાયરાનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જે હાલ કોરોનાના સમયમાં ચિંતા ઉપજાવનારો છે. ચરોતરમાં હજારોની મેદની વચ્ચે આયોજીત કીર્તિદાનના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. આ દરમિયાન માસ્કને લઈ કલાકારે કહ્યું હતું કે, માસ્ક ઉતારશો તો વધુ મજા આવશે. તેમજ કહ્યુ કે, આમાં ૪૦૦થી વધુ લોકો છે જ નહિં એટલે કોઈ વિરોધ નહિં કરી શકે. જેને લઈ કલાકારોને કોરોના સાવ ભુલાઈ ગયો હોય તેમ જાેવા મળ્યું હતું. આ ઉપરાત સ્ટેજ પર ભાજપ સ્ન્છ મયૂર રાવલે નોટોનો વરસાદ કર્યો હતો. કલમસરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. તેમજ ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. કોરોનાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યે પણ માસ્ક પહેર્યું ન હતું તેમજ અન્ય કેટલાય લોકોએ માસ્ક પહેર્યુ ન હતું.ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓના ડાયરામાં રૂપિયા અને ડોલરોનો વરસાદ થાય તે સામાન્ય વાત થઈ ગઈ છે. ત્યારે આણંદ જિલ્લામાં કોરોના મહામારીમાં કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન થયું હતું. જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર અને ખંભાતના ભાજપ ધારાસભ્ય મયૂર રાવલ કીર્તિદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ કરતા નજરે ચઢ્યા હતા. જેનો વીડિયો વાઈરલ થતા રાજકીય આગેવાનો ઉપર લોકટિકા થઈ રહી છે. કિર્તીદાન ગઢવીના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જાેવા મળ્યો હતો. ધારાસભ્ય મયુર રાવલ અને મહેન્દ્રસિંહ પરમારે પણ ડાયરામાં રૂપિયા ઉડાવ્યાં હતા. આ રાજકીય આગેવાનો દ્વારા કિર્તીદાન ગઢવી પર રૂપિયા ઉડાડતા હોય તેવો વીડિયો વાયરલ થતા ચારેબાજુ લોકટિકનો વિષય બન્યો હતો. અહીં કોરોનાના કહેર વચ્ચે અનેક લોકો માસ્ક વગર દેખાયા હતા. સામાન્ય નાગરિકો ઉપર રોફ જમાવતી પોલીસ આ રાજકીય નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તેવા જાહેર પ્રશ્નોએ વહીવટી અને પોલીસ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *