Gujarat

આપ પાર્ટીના અનુસુચિત સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ
રાજસ્થાના ઝાલોરમાં ખાલી માટલામાં પીવાના પાણીની બાબતે હેડમાસ્તર દ્વારા નવ વર્ષના બાળકની હત્યાના કારણે સમગ્ર દેશમાં દલિત સમાજના લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અનુસુચિત જાતિ સંગઠને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હેડમાસ્તર પર કાયદેસરની કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે અને પીડિત પરિવારના લોકોને એક કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સૂરાણા ગામમાં માટલામાં પાણી પીવાની બાબતે નવ વર્ષના બાળકને ર્નિમમ હત્યાના વિરોધમાં આમ આદમી પાર્ટી અનુસુચિત જાતિ સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હેડમાસ્તરને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સૂરાણા ગામમાં શાળામાં મૂકેલા પીવાના માટલા માથી પાણી પીવાની બાબતને લઈને અને જાતિવાદી માનસિકતા ધરાવતા હેડમાસ્તર દ્વારા નવ વર્ષના દલિત સમાજના બાળકને ઢોરમાર મારી ર્નિમમ હત્યા કરી દેવામાં આવી હતી. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ છૂતઅછૂતની ભાવના રાખવામાં આવે છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *