Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી  તાલુકામાં આવેલ સિંચાઈ માટે ની કેનાલ એકદમ ખંડેર હાલતમાં છે

નર્મદાની મુખ્ય કેનાલ માંથી માંડવા બ્રાન્ચ ,તિલકવાળા બ્રાન્ચ કેનલો મારફતે ખેડૂતોને પાણી મળી રહે તે માટે કેનાલો બનાવવામાં આવે છે..આ કેનાલમાં જાડી ઝાખરા ઊગી નીકળ્યા છે ..હાલમાં ખેડૂતોનો ઉભો પાક અને પશુ માટે વાવેતર કરેલ  ઘાસ ચારો (બાટુ) પણ સુકાઈ રહ્યું છે..
નસવાડી તાલુકાના  ખેડૂતોને સિંચાય નું પાણી આપવા માટે બનાવવામાં આવેલ  માઇનોર કેનાલ અને ડાળિયા કેનાલ એકદમ ખન્ડેર હાલતમાં પડી છે..અમુક જગ્યાએ મોટા મોટા ગાબડા પડયા છે અને અમુક જગ્યાએ મોટા મોટા ઝાડી જાખર ઊગી નીકળ્યા છે.. અધિકારીઓની નિષ્કાળજીના ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે..ખેડૂતોએ અગાઉ વારંવાર રજુઆત કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી.ઉનાળા પાક માટે વાવેતર પાક પણ એકદમ સુકાયો રહ્યો છે..ખેડૂતો માટે ની જોઈ રહ્યા છે..
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને તે સરકાર  દ્વારા પાકી કેનલો બનાવવા આવી પરંતુ આ કેનાલો હવે જંગલ જેવી બની ગઈ છે.. કાંકરિયા માઈનોર કેનાલમાં પાણી જ નથી આવતું..કેનાલ માં પાણી  છોડવામાં આવતું નથી જેના કારણે ખેડૂતોના ઉભા પાકને ખૂબ નુકશાન થઈ રહ્યું છે. કેનાલમાં જ્યાં પાણી આવે છે તે અમુક જગ્યાએ ખેતરો સુધી પહોંચતું નથી …કેનાલ તૂટેલ હોવાથી પાણી વેડફાઇ જાય છે..તંત્ર ની બેદરકારીના કારણે ખેડુતોને મુશ્કેલી ઉભી થઇ છે..તમામ કેનલો ખૂબ ખન્ડેર હાલતમાં છે..અમુક જગ્યાએ કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે..ખેતીમાં નુકશાન જવાના કારણે ખેડૂતો હવે સરકાર વિરુદ્ધ જંગ લડવાના મુડ આવી ગયા છે..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220504-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *