Gujarat

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ નર્મદા જિલ્લાને રૂ.૯૦ લાખના ખર્ચે ૨ (બે)  “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સની ભેટ

એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે ૨ (બે) એમ્બ્યુલન્સવાનના લોકાર્પણ સાથે જિલ્લાવાસીઓની આરોગ્ય સેવાઓ માટે કરાવાયું પ્રસ્થાન
———–
 ગુજરાત CSR પ્રવૃત્તિ હેઠળ રાજપીપલા નગરપાલિકા માટે રૂા.૫૦ લાખના ખર્ચે ગટર સફાઇ માટે
મંજૂર થયેલ રોબોટ મશીનનું પણ જિલ્લા કલેકટરશ્રીના હસ્તે લોકાર્પણ
———–
દરદીઓને ઇમર્જન્સીમાં સારવાર પૂરી પાડવા અદ્યતન સુવિધાથી સજ્જ ‘ICU ઓન વ્હીલ્સ’ એમ્બ્યુલન્સ
સક્ષમ છે – મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ
———–
               એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત દેશના ૧૧૨ જેટલા આકાંક્ષી જિલ્લાઓનો ઝડપી વિકાસ સાધીને આ જિલ્લાઓને અન્ય જિલ્લાઓની જેમ વિકાસની મુખ્યધારામાં લાવવાના વિશેષ પ્રયાસો કેન્દ્રીય નીતિ આયોગના માધ્યમથી થઈ રહ્યાં છે. જેના અનુસંધાને આજે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. (IOCL) ની CSR એક્ટિવિટી હેઠળ ગુજરાત CSR ઓથોરિટીના સૌજન્યથી રૂા.૯૦ લાખના ખર્ચે ૨ (બે) ICU ઓન વ્હીલ્સ એમ્બુલન્સ તેમજ ગુજરાત CSR પ્રવૃત્તિ હેઠળ અંદાજે રૂા.૫૦ લાખના ખર્ચે ગટર સફાઇ માટે મંજૂર થયેલ રોબર્ટ મશીનનું પણ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે રાજપીપલા કલેક્ટરાલયના પ્રાંગણમાં લોકાર્પણ કરાયુ હતું અને જિલ્લાવાસીઓની આરોગ્ય અને જનસુખાકારીની સેવાઓ માટે શ્રીમતી તેવતિયા દ્વારા લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.અનિલ વસાવા, જિલ્લા આયોજન કચેરીના સંશોધન અધિકારીશ્રી એ.આર.શેખ, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલ ઢોડીયા, ગુજરાત CSR પ્રવૃત્તિના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી પ્રિન્સ જૈન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના પ્રતિનિધિશ્રીઓ વગેરે પણ આ લોકાર્પણમાં સાથે જોડાયા હતાં.
          મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કે.પી.પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, CSR ફંડ હેઠળ જિલ્લાને પ્રાપ્ત થયેલ ટેકનોલોજી તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સને જિલ્લા વહીવટીતંત્રની જિલ્લાવાસીઓ માટે ભેટ ગણાવતા ઉમેર્યું હતું કે, ‘ICU ઓન વ્હીલ્સ’ એમ્બયુલન્સ દરદીઓને ઇમર્જન્સીમાં પણ સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. અંતરિયાળ ડુંગરાળ વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ ઘણી મોટી રાહત આપશે. આરોગ્યલક્ષી ગંભીર બિમારી કે ઇમરજન્સીમાં આ એમ્બ્યુલન્સ દર્દીને સમયસર યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડી શકશે.
                   ‘ICU ઓન વ્હીલ્સ’ એમ્બ્યુલન્સની ખાસીયતો તરફ નજર કરીએ તો આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ, મોનિટર, દવાની કીટ તેમજ એરકન્ડીશનર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સમાં ડોક્ટરો તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઉપલબ્ધ થતો હોવાથી આ એમ્બ્યુલન્સમાં કોઈપણ આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળતો નથી. અને આવી રીતે અદ્યતન ટેક્નોલોજી અને સુવિધાથી સજ્જ આ એમ્બ્યુલન્સ પ્રભાવશાળી એમ્બ્યુલન્સ તરીકે ઉભરી આવે છે.
                 આ લોકાર્પણ અગાઉ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા ઉપરાંત ગુજરાત CSR, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) સહિત જિલ્લા વહિવટીતંત્રના આરોગ્ય અને નગરપાલિકાના સંબંધિત અધિકારીશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી સંજય ભટનાગર, ગુજરાત CSR ઓથોરીટીના ચીફ ઓપરેશનલ ઓફિસશ્રી પંકજ કામલીયા વગેરે સાથે જરૂરી વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ અને ગરટ સફાઇ માટે રોબોટ મશીનની ઉપલબ્ધિથી   આરોગ્ય સુવિધાઓ વધુ સઘન બનાવવા માટે ખૂબ જ ઉપયોગી બનવાની સાથે જિલ્લાની અંતરિયાળ આદિવાસી વિસ્તારની પ્રજામાટે આશિર્વાદરૂપ બની રહેશે તેવી અભિલાષા વ્યક્ત કરાઇ હતી.

IMG-20220825-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *