આગામી તા.૧૭ ગીરગઢડા તેમજ તા.૧૮ ધોકડવા ખાતે વિતરણ કરાશે.
ઉનામાં એક દિવાળી માનવતાની, અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. જેમાં બિનરાજકીય અને જાતિના ભેદભાવ વગરનું ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા ઉનામાં દર વર્ષની જેમ વર્ષે જરૂરિયાતમંદ લોકો દિવાળીનો તહેવાર મનાવી શકે તેને ધ્યાને રાખી ગ્રૂપ દ્વારા તમારી પાસે વધારે કપડા, ચાદર, શાલ, ગરમ કપડા, ડ્રેસ, સાડી, સહિતના કપડા હોય એ અમને આપી જાઓ અને તમને જરૂર હોય એ લઈ જાઓના એક પહેલના ભાગરૂપે ઉના ત્રિકોણ બાગ સામે રાવણા વાડીમાં કપડા વિતરણનું આયોજન 4 દિવસ રાખવામાં આવ્યુ છે. આ તકે ચંદ્રેશભાઈ જોષી, ભાવેશભાઈ કોટેચા, કમલેશભાઈ ચંદાની, રાજભાઈ દોમડીયા, મનીષભાઈ દિવેચા સહિતના 30થી વધુ સેવાભાવી યુવાનો આ અભિયાનમાં સેવા આપવા જોડાયાં હતાં..
જેમાં ઉના શહેરમાં તા.15 શનિવાર, તેમજ તા.16 રવિવાર આમ બે દિવસ સુધી સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. આ અભિયાનમાં કપડાંની સાથો સાથ ચકલી બચાવો અભિયાનની કીટ ન નફા ન નુકશાનના ધોરણે વિતરણ કરવામાં આવે છે. જે મિત્રો કપડા આપવાના હોય એ ખાસ ધ્યાનમાં લઇ સારી કંડીશન અને સ્વચ્છ કપડાં જ અમને આપવા અપીલ કરી હતી.
આ ઊપરાંત તા. 17 સોમવારે શ્રી નાથજી પેટ્રોલિયમ મામલતદાર ઓફીસની સામે દ્રોણ ચોકડી ગીરગઢડા ખાતે તેમજ તા. 18 મંગળવારે બસ સ્ટેન્ડ પાસે ધોકડવા ખાતે એક દિવાળી માનવતાની, ચકલી બચાવો અભિયાન કાર્યક્રમ રાખવામા આવશે…


