ઊના – ઊનામાં ટ્રાન્સફોરમાં વાહન ચલાવતા ટ્રક ચાલકોના ભાડા વધારોની વેપારી પાસે માંગને લઇ તાલુકાના તમામ ટ્રક ચાલકો મોટી સંખ્યામાં ઉના ગીરગઢડા રોડ પર સ્યુગર ફેક્ટરી પાસે આવેલ મોદી ગ્રાઉન્ડમાં તાલુકાની તમામ વાહનના ભાડામાં ભાવ વધારો કરવાની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા.
ઊનામાં રહેતા જાવિદભાઇ ચાવડા એ જણાવેલકે અમે વેપારી એસોસીયેશનમાં જોડાયેલા છે. અને જે ભાડા વધારા બાબતે વેપારી પાસે અમે માંગ મુકી છે તે માંગ પુરી કરો અને દૂર દૂર સુધી ભાડા કરવા છતાં ભાવ વધારો કરેલ નથી. અમે લોન ઉપર તેમજ દાગીના ગીરવી મુકી ટ્રક લઇ ચલાવીએ છીએ રોજ વાહન ચલાવીએ કે ન ચલાવીએ વિમા પાર્સીગનુ વેરેન્ટેજ ખર્ચ સહીતના રોજના રૂ.૮૦૦ થી વધુ વેરેન્ટેજ ચડે છે. અમારા વાહન ભાડુ પુરેપરુ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જ્યા સુધી અમારી માંગ નહી સ્વીકારે ત્યા સુધી અઅમે હડતાલ પર રહેશું


