Gujarat

ઊનાના અહમદપુર માંડવી બીચ પર ગણપતિ વિસર્જન પછી ગણપતીજીની દયનીય સ્થિતિ..

ઊના – ગણેશ ચતુર્થીના દિવસે બધાં શ્રદ્ધાળુઓ એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ કે દસ દિવસ ગણપતીજીની સ્થાપના સેવા પૂજા અર્ચના કરે છે. અને ત્યાર બાદ વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આ મૂર્તિેને વિસર્જન કરતી વખત અહેમદપૂર માંડવી બીચ પર દરીયા કાંઠે ગણપતિ વિસર્જન કરી ચાલ્યા ગયા બાદનો નજારો તમે જુઓ તો તમારી પણ શ્રધ્ધા ડગી જાય તેવી સ્થિતી જોવા મળી રહી છે. તમામ ગણપતિની મૂર્તિ માટીની મૂર્તિની જગ્યાએ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ જે દરિયા કિનારે તથા દરિયાઈ જીવોના વિનાશ માટે હોય તેવું દેખાય આવે છે.

અહમદપુર માંડવી બીચ, નલિયા બીચ કે કોઈપણ બીચ પર વિસર્જન કરતી વખતે વિધિવત વિસર્જન ગણપતિ બાપ્પાની મૂર્તિ બે-ચાર વખત પાણીમાં ડુબકી મરાવીને મૂર્તિને પુરા સન્માન સાથે વિસર્જન કરવુ જોઇએ. જેથી કરીને આ તસ્વીરમાં દર્શાવ્યા મુજબ મૂર્તિની હાલત આવી થાય નહીં અને બધી મૂર્તિ ખરા અર્થે એક સાથે યોગ્ય રીતે વિસર્જન કરી શકાય. જેથી ગણપતિ બાપા હસતાં હસતાં તેમની ઘરે જશે અને આપણાં સૌ પર તેની કૃપા દ્રષ્ટિ રાખશે. સમુદ્ર સેવા ટ્રસ્ટ આપની સેવામાં ગણપતિ વિસર્જન સમયે હાજર છે. પરંતુ  માત્ર સહકાર આપવાની જરૂર છે. આ સહકાર પ્રકૃતિ અને દરિયાઈ જીવોને બચાવશે. અને આપણે સૌ પ્રકૃતિના પ્રકોપ જેવા કે વાવાઝોડાં, પૂર અને અસહ્ય તડકો અને ગ્લોબલ વોર્મિંગથી બચી સકીશું.

દીવ ઘોઘલા બીચ ખાતે સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પો્ટસ દ્રારા ગણપતિ વિસર્જન બાદ દરિયા કિનારાને ફરી સુંદર બનાવવા તથા પ્રકૃત્તિને ફરી નિરામય બનાવવા સ્વચ્છતા અભિયાન સતત ચાલી રહ્યું છે. ફરીથી સુંદર અને શાંતિપ્રિય સમુદ્ર કિનારો બનાવવા ખુબ મહેનત માંગી લેતુ હોય આથી સૈ નિષ્ઠાથી સહકાર આપી ગણપતીજીને ખરા અર્થમાં વિદાય આપવી આશીર્વાદ મેળવા જોઇએ.

આ પ્રસંગે સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પો્ટસ સમગ્ર જાહેર જનતાને જણાવવામાં આવે છેકે આ દર વર્ષે ભક્તોએ પોતે તથા આડોશ પાડોશનાં તમામ લોકો ઇકોફ્રેન્ડલી ગણપતિજીની જ સ્થાપના કરો. અને ઘરમાં જ એનું વિસર્જન કરીને માટી કુંડામાં નાખો જેથી દરિયામાં રહેનારા અનેક જીવો બચી જશે તથા રમણીય દરિયા કિનારો પણ સુંદર રહેશે. જો મોટા ગણપતિજી ઈકો ફ્રેન્ડલી હોય અને દરિયામાં વિસર્જન કરવામાં આવે તો પણ પ્રકૃતિને બચાવી શકાય અને વિસર્જન બાદ ગણપતિ બાપાના અવશેષો કચરાની જેમ બધે ઉડે નહી તેથી પ્રકૃતિનાં સંરક્ષણમાં સાથ આપો તેવું અહમદપુર માંડવી બીચ સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ ધર્મેન્દ્રગીરી બી ગોસ્વામી, પ્રમુખ દ્રારા જણાવામાં આવ્યુ છે.

 

 

*

 

ગણપતિ-વિસર્જન-પછી-ગણપતીજીની-દયનીય-સ્થિતિ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *