તાઉતે વાવાઝોડાના ૯ માસ બાદ પણ કેન્દ્રમાં રીનોવેશનની કામગીરી થઇ નથી. બાળકોના જીવ જોખમમાં..
ઊના – રાજ્યમાં તમામ આંગણવાડી ગુરૂવારથી શરૂ કરવાની જાહેરાત બાદ આજે બીજા દિવસે ઉના શહેરની આંગણવાડીમાં રહેલા પ્લાસ્ટીકના રમકડાનામાં છુપાયેલ ૧૦ ફુટ લાંબો સાપ નિકળતા આંગણવાડીના બાળકોમાં અફડાતફડી મચી ગયેલ હતી. ઉના શહેરના ભીમપરા વિસ્તારમાં આવેલ પાલેશ્વર મંદિરના પાછળના ભાગે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૭ માં સવારે નાના ભુલકાઓ બેઠા હતા. ત્યારે કેન્દ્રના ઓરડામાં ભરેલા પ્લાસ્ટીકના રમકડાને ખસેડી સાવણીથી વાળતા અચાનક ૧૦ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળતા આંગણવાડી કેન્દ્રના વર્કર મીનાબેન વાજાએ અંદર બેસેલા બાળકોને તાત્કાલીક બહાર મોકલી દીધેલ. અને સાપ પકડવા માટે અશોકભાઇને તાત્કાલીક બોલાવતા સ્થળ પર પહોચી ૧૦ ફુટ ઝેરી સાપને પકડી પાડી ડબ્બામાં પુરી દૂર ખસેડાયેલ હતો. અગાઉ પણ ઉના શહેરની અલગ અલગ પાંચ જેટલી આંગણવાડીમાં સાપ નિકળ્યા છે. કેન્દ્રની આસપાસ મોટાભાગના વૃક્ષો ઉગી નિકળ્યા હોય આ બાબતે આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્રારા બાળ વિકાસ સંકલન વિભાગની કચેરીએ લેખિત રજુઆતો કરેલ છતાં વૃક્ષોને દૂર કરાયેલ નથી.
બોક્ષ્ – આ ઉપરાંત તાઉતે વાવાઝોડા દરમ્યાન ભારે પવનના કારણે અમુક આંગણવાડી કેન્દ્રની બારીઓ છેલ્લા ૯ માસથી તુટેલી હાલતમાં હોવા છતાં બાળવિકાસ સંકલનના અધિકારી દ્રારા બારી નાખવા તેમજ રીનોવેશનની કામગીરી આજસુધી કરવામાં આવી નથી. અને સીડીપીઓ આંગણવાડી કેન્દ્રની મહીલા સંચાલકોને કહે છે તમારા સ્વખર્ચે રીપેરીંગ કરાવી લેવા મોખિત સુચના આપીને કોઇજાતની ગ્રાન્ટ આવી ન હોય અને ક્યારે આવશે તે અમને ખ્યાલ ન હોવાનું જાણવા મળેલ. જ્યારે આંગણવાડી કેન્દ્રના સંચાલકોને સામાન્ય પગાર મળતો હોવા છતાં સ્થાનિક અધિકારીએ આંગણવાડી સંચાલકોને પોતાના સ્વખર્ચે રીનોવેશનની કામગીરી કરવાનું કહેલ જોકે આંગણવાડીમાં આવતા બાળકોનું જીવનું જોખમ મંડાય રહ્યું છે. ત્યારે કોઇ જાનહાની થાય તો જવાબદારી કોની ? એ પણ એક પ્રશ્ન ઉઠવા પામેલ છે.
બોક્ષ્ – સૈયદ રાજપરામાં આંગણવાડી મકાન ફાળવવા માંગ…
ઊનાના સૈયદ રાજપરા ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઇ કામળીયાઅ રાજ્યના મહીલા અને બાળ વિકાસ વિભાગને લેખિત રજુઆત કરી હતી. જેમાં સૈયદ રાજપરા ગામમાં ૧૦ હજારથી વધુ વસ્તી સામે ૯ આંગણવાડી કેન્દ્રો હોવી જોઇએ તેને બદલે માત્ર પાંચ આંગણવાડી હોય આથી સૈયદરાજપરા ગામમાં આંગણવાડીના મકાન ફાળવવા તથા ઘટતી આંગણવાડી ફાળવવા માંગ કરી હતી.


