શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, I/C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા તથા એ.ટી.એસ.ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, શ્રી જે.પી.મેવાડા નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમા હતા દરમ્યાન નાઇટ રાઉન્ડમા ફરતા ફરતા લેવહાટ ફાટક પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન રંગપુર તરફથી એક વરના હુન્ડાઇ કંપનીની ગાડી આવતા તેને ઉભી રખાવી તપાસ કરતા ગાડીમા આરોપીઓ (૧) નારસીંગભાઇ મોહનભાઇ રાઠવા ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે રજુવાટ મંદીર ફળીયા, તા.જી.છોટાઉદેપુર તથા (૨) ગાડીના ડ્રાઇવર નમલીયાભાઇ નાલુભાઇ રાઠવા ઉ.વ. ૧૯ ધંધો.ખેતી રહે. ગુનાટા હોળી ફળીયા તા.જી. છોટાઉદેપુર નાઓ ની વરના હુન્ડાઇ કંપની ગાડી જેનો રજી.નં. GJ-06-D-2865 મા પાછળની શીટ ઉપર એક નાળી વાળી બાર બોરની બંદુક જેની કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા કાર્ટીઝ નંગ ૧ કિ.રૂ ૩૦૦/- તથા વરના હુન્ડાઇ કંપની ગાડી જેનો રજી.નં. GJ 06-DQ-2865ની કી.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિમત રૂપીયા ૧,૧૫,૩૦૦/- ની મળી આવતાં તેના વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ (૧-બી.) એ. મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓ (૧) નારસીંગભાઇ મોહનભાઇ રાઠવા ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે. રજુવાંટ મંદીર ફળીયા, તા.જી.છોટાઉદેપુર તથા (ર) ગાડીના ડ્રાઇવર નમલીયાભાઇ નાલુભાઇ રાઠવા ઉં.વ. ૧૯ ધંધો ખેતી રહે. ગુનાટા હોળી ફળીયા તા.જી. છોટાઉદેપુર નાઓને કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


