Gujarat

એનએસયુઆઈને શિક્ષણ અને મોંઘવારીનો મુદ્દે વિરોધ કાર્ય સોંપાયું

અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે કમર કસી લીધી છે. આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસ કાર્યલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખો જીપીસીસી પહોંચ્યા હતા. તમામ પાંખોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાઈ છે. ઉપરાંત ચૂંટણી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે.ગુજરાત કોંગ્રેસે મિશન ૨૦૨૨ ગુજરાત શરૂ કર્યું. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્માની ઉપસ્થિતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખો બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ તમામ પાંખોને ચૂંટણી અંગે જવાબદારીઓ સોંપવામાં આવી છે. શિક્ષણ અને વિદ્યાર્થીઓને લાગતાં મુદ્દા એનએસયુઆઈને સોંપવામાં આવ્યા છે. બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દા યુથ કોંગ્રેસને સોંપવામાં આવ્યા છે. તમામ પાંખોને વિરોધ સાથે કોંગ્રેસમાં જાેડવાની પણ જવાબદારી અપાશે. કેવી રીતે તમામ લોકોએ કામ કરવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ વખતે કોંગ્રેસને ફક્ત ભાજપથી પડકાર નથી મળવાનો, પરંતુ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની મીમ પણ ચૂંટણી મેદાને આવવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ૧૨૫ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ૧૨૫ બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે મિશન ૧૨૫ને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચાર ઓગસ્ટે ગુજરાત આવશે. અશોક ગેહલોત પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરાશે અને સિનિયર નિરીક્ષકોનો માર્ગદર્શન આપશે. ગેહલોત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપરાંત પક્ષના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે. મહત્વનું છે કે ગેહલોત અગાઉ ૧૯ જુલાઇએ આવવાના હતા. પરંતુ તે દિવસે મુલાકાત મોકુફ રહી હતી. હવે તેઓ ચોથી ઓગષ્ટે ગુજરાત આવશે.રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત ૪ ઓગસ્ટે અમદાવાદ આવશે. અશોક ગેહલોત આમતો ૨૦ જુલાઈના રોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરવાના હતાં પરંતુ કોઈ કારણોસર તેમનો આ પ્રવાસ મુલતવી રખાયો હતો. જેથી હવે તેઓ ૪ ઓગસ્ટે અમદાવાદ આવીને પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી, હોદ્દેદારો સાથે બેઠક યોજશે. તેઓ અમદાવાદ આવે તે પહેલાં કોંગ્રેસે પક્ષની વિવિધ પાંખો સાથે બેઠક યોજી હતી અને તમામ પાંખોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *