મકસુદ કારીગર,કઠલાલ
મહુધા તાલુકાના વાસણા ગામે થી મહીસા એમ.પી જોષી વિદ્યા વિહાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓની ચાર કી.મી પગપાળા સફર.
મહુધા તાલુકાના વાસણા ગામે થી લગભગ ચાર કી.મી. જેટલુ પગપાળા ચાલતા જતાં વિદ્યાર્થીઓ વરસતો વરસાદ હોય કે ગરમી ઠંડી માં પણ ફરજિયાત અભ્યાસ માટે કાયમ પગપાળા અવરજવર કરવામાં આવે છે.
કેટલાક સમય થી આ બાળકો પગપાળા અવરજવર કરી અભ્યાસ માટે જાય છે છતાં રાજકીય નેતા કે આગેવાનો દ્વારા બસ ફાળવવામાં આવે તે બાબતે કયારેય રસ દાખવેલ નથી.
આજ એક વર્ષ અગાઉ ડિવિઝનના જવાબદાર અધિકારી ઓને શાળા દ્વારા લેખિત માં રજુઆત કરવા છતાં હજુ સુધી પરિણામ કંઈજ આવ્યુ નથી.
જે અંગે સ્થાનિક રાજકીય આગેવાનો ,કાર્યકારો કે અગ્રણીઓ દ્વારાઆ બાબતે રસ લઇ શાળા માં જતાં બાળકો ને બસ ની સગવડ કરી આપવા વર્તમાન સરકાર માં રજુઆત કરવા આવે તે માગણી ઉઠેલ છે.

