એસવીઆઈટી ખાતે એન એસ એસ ના સ્વયંસેવકો અને અન્ય વિદ્યાર્થીઓ માટે ઉપભોક્તા અધિકાર સંગઠન, સી.આર.ઓ. કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઈઝેશન, CRO (Consumer Rights Organization) ગુજરાત દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હતો કન્ઝ્યુમર રાઈડ્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન.
આજના સમયમાં દરેક વ્યક્તિ એક દિવસમાં કમસેકમ ૨૦ થી ૨૫ વખત ગ્રાહક બને છે, એટલે કે ઉભોકતા બને છે સવારે બ્રશ કરે ત્યારથી રાત્રે જમતી વખત સુધીમાં ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓનો વપરાશ કરે છે જે તે બજારથી ખરીદે છે એટલે કે ઉભોક્તા બને છે આવા સમયમાં તે ઘણી વખત છેતરાય પણ છે. એ પણ સત્ય છે કે સ્વ થી અસંગઠીત ક્ષેત્ર પણ ઉપભોક્તા ક્ષેત્ર છે. આ અસંગઠીત ક્ષેત્રના વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતી સંસ્થા એટલે કે સી.આર.ઓ કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઈઝેશન.
આજે ઓનલાઈન ખરીદીના જમાનામાં ઘણી વેબસાઈટ એવી છે જ્યાં છેતરપિંડી થાય છે અને ગ્રાહકને ભોગવવાનું આવે છે. સરકાર શ્રી તરફથી ગ્રાહકોને તકેદારી રાખવા માટે સૂચનો કરવામાં આવે છે તેમ છતાં પણ ગ્રાહક છેતરાય છે આવું ન બને તે માટે ગ્રાહકને જાગૃત કરવાનું કાર્ય CRO દ્વારા કરવામાં આવે છે. અને જો છેતરાઈ જાય તો તેને કાનૂની સલાહ અને તેના તરફથી લડત આપવાનું કાર્ય પણ CRO દ્વારા કરવામાં આવે છે.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. ડી.પી. સોની ઉપસ્થિત રહી સર્વે અતિથિઓનું સ્વાગત કર્યો હતો.
ભારતમાં સૌથી મોટો ઉભોક્તા કોઈ હોય તો તે આજનો યુવાન છે. તેથી કરીને આજે CRO દ્વારા યુવાનો વચ્ચે જઈ તેમને જાગૃત કરવા માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે જ ગુજરાતમાં સૌપ્રથમ એસવીઆઈટી ખાતે CRO ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીનકુમાર શર્મા દ્વારા આ યુવાનોને સંબોધિત કરવામાં આવ્યા હતા. તેઓએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઉપર વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેના દ્વારા કેવી રીતે ફ્રોડ થઈ શકે છે અને તેનાથી બચવા માટેના ઉભોક્તા એ તકેદારીના ભાગરૂપે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી તે વિશે જણાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી દીપેશ જૈન (રાષ્ટ્રીય પ્રવક્તા CRO) એ વિદ્યાર્થીઓને CRO ની કામગીરી ની જાણકારી આપી હતી CRO ગ્રાહકોને કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશેની માહિતી આપી હતી.
શ્રી અર્નવ દેસાઈ (અધ્યક્ષ, CRO ગુજરાત) વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ પણ CRO ની ટીમ સાથે જોડાય અને જરૂરત મંદ ઉભોક્તાઓને મદદરૂપ થઈ દેશ અને સમાજની સેવા કરી શકે છે.
એસવીઆઈટીના અધ્યક્ષ રોનકભાઈ પટેલે મુખ્ય અતિથિ શ્રી નવીનકુમાર શર્મા અને તેમની CRO ટીમ સાથે આ વિષય પર ખૂબ વિસ્તૃત ચર્ચા કરી હતી અને ઉપભોક્તા જાગૃતિ ના કાર્યક્રમોમાં એસવીઆઈટી તરફથી શક્ય તમામ મદદ આપવાની ખાતરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર, એનએસએસ યુનિટ).) દ્વારા કરવામાં આવ્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર, એનએસએસ યુનિટ) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.


