મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી વિવિધ કામો પોતાના જ વિસ્તારમાં નિરાકરણ લાવવાના ઉદ્દેશથી સેવા સેતુ કાર્યક્રમ કઠલાલ ના કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ કઠલાલ નગરપાલિકા ના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ના હાથે દીપ પ્રાગટય કરી કરવા મા આવ્યો આ પ્રસંગે કઠલાલ નગરપાલિકા ના ઉપ પ્રમુખ સહિત વિવિધ સમિતિના ચેરમેન, સદસ્યો, પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ , ભાજપ શહેર પ્રમુખ , તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


