નડિયાદ
કઠલાલ પોલીસનો સ્ટાફ આજે સવારે લાડવેલ ડાકોર રોડ પર સીતાપુર કેનાલ તરફ જવાના રોડ પાસે ઉભા હતા. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા બોલેરો પિકઅપ ડાલા નંબર (જીજે ૧૭ ટીટી ૯૭૩૮)ને અટકાવવા પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ ચાલકે વાહન હંકારી દીધું હતું. જે બાદ થોડે દૂર આ વાહન ઊભું કરી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ત્યારે પોલીસે ત્યા પહોંચી વાહનમાં તપાસ કરતા વાહનના પાછળના ભાગે દોરડાથી ત્રણ જેટલી ભેંસો બાંધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે આ ત્રણે ભેંસો તથા ઉપરોક્ત વાહન કબજે કરી કુલ રૂપિયા ૧ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર મામલે કઠલાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લામાં પશુઓની હેરાફેરી તથા તેનો ગેરકાયદે વેપલો ફૂલીફાલી રહ્યો છે. તાજેતરમાં મહેમદાવાદની સીમમાંથી પોલીસે એક ટ્રકની અંદરથી કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા હતા. ત્યારે હાલ કઠલાલના લાડેવલ-ડાકોર રોડ પરથી પિકઅપ ડાલામા ગેરકાયદેસર લઇ જવાતા પશુઓને પોલીસે બચાવ્યાં છે. જાેકે, આ બનાવમાં વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો છે. જ્યારે પોલીસે ત્રણ ભેંસો સાથે વાહન મળી કુલ ૧ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
