Gujarat

કઠલાલ શેઠ.એમ.આર શાળાના એક સાથે ચાર શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો.

લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
વકીલ કેશવલાલ મોતીલાલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શેઠ એમ. આર. શાળામાં 31/ 5/ 2022 ના રોજ વયમર્યાદા ને કારણે નિવૃત થયેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક મંગળભાઈ પ્રજાપતિ સાહેબ, માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા  સુશીલાબેન નીનામા, તથા 31/ 10 /2022 ના રોજ નિવૃત્ત થનાર ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી અરવિંદભાઈ ડામોર સાહેબ તથા માધ્યમિક વિભાગના વ્યાયામ શિક્ષક  હરેશભાઈ કે પટેલ સાહેબ , આ ચારેય કર્મચારી મિત્રોનો વિદાય સમ્માન સમારોહ આજરોજ શાળામાં ઉજવવામાં આવ્યો હતો. સમારોહમાં ઉપસ્થિત વકીલ કે .મો .એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શાહ કૌશિકભાઈ સાહેબ ઉપપ્રમુખ શl જગદીશભાઈ ભટ્ટ સાહેબ સહ માનદ મંત્રી  શાંતિલાલ રાવલ સાહેબ શાળાના આચાર્ય શૈલેષભાઈ આર. પટેલ સાહેબ તથા પ્રાથમિક વિભાગના આચાર્ય મનીષભાઈ એસ. પટેલ તથા તમામ સંવર્ગના સૌ શિક્ષક ભાઈ- બહેનો તથા કર્મચારીઓ અને શાળાના બાળકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થનાર ચારેય કર્મચારી મિત્રોને શાળા મંડળ તરફથી સાલ, સ્મૃતિ ભેટ, તથા સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ હતાં તથા શાળાના સૌ શિક્ષક ભાઈઓ બહેનો તરફથી નિવૃત થનાર કર્મચારી મિત્રોને મોમેન્ટો આપવામાં આવી હતી. નિવૃત થનાર ચારે કર્મચારી મિત્રો તરફથી 25000 એમ કુલ રૂપિયા 1 લાખ ની 50 ખુરશીઓ અને 80 સ્ટુલ શાળા પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. શાળા મંડળ તરફથી તથા શાળાના આચાર્ય અને સૌ શિક્ષક મિત્રો તરફથી નિવૃત્ત થયેલા ચારેય કર્મચારી મિત્રોને તેમનું શેષ જીવન દીર્ઘાયુ આરોગ્યમય બની રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી સૌ કાર્યક્રમના અંતે સ્વ રુચિ ભોજન ગ્રહણ કર્યું હતું.

IMG-20221001-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *