રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ કાણીયેલ ખાતે શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કાણીયેલ ગ્રામ પંચાયતના સરપંચ ચીમનભાઈ સોઢા ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ માં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ગમ્મતની સાથે જ્ઞાન મેળવી શકે અને વિવિધ નવી તેમજ જૂની રમતો વિશે માહિતગાર થાય તેવા ઉદ્દેશ્યથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમ નું આયોજન શાળા ના આચાર્ય ના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.


