Gujarat

કાલાવડ મુકામે આશા બહેનો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું

બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગ મળે તે હેતુસર કાલાવડ મુકામે આશા બહેનો અને આશા ફેસિલીટર બહેનોને જન્મ સમયે દીકરીઓના પ્રમાણમાં વધારો થાય તે માટે શું કરી શકાય, દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ કેવી રીતે દૂર થાય, બાળકને ગુણવત્તાયુક્ત જીવન પૂરું પાડવું આ વિષય અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. તાલીમ સત્રમાં આશા બહેનોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની જાણકારી અપાઈ હતી. 

તાલીમ સત્રમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.એન. કન્નર, જિલ્લા આર.સી.એચ.ઓ. શ્રી ડો. નુપુરકુમારી પ્રસાદ, જિલ્લા પી.એચ.એન. શ્રી જયાબેન રાઠોડ અને પ્રો.આ.પી.એન. ડી.ટી.શ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ સત્રના આયોજનની જહેમત તાલુકા એપ.પી.એસ. શ્રી બેડવાભાઈ, તાલુકા સુપરવાઈઝરશ્રી રીટાબેન દ્વારા ઉઠાવવામાં આવી હતી.

kalavad-aasha-worker-training-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *