ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે ૧લી ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શનમાં શહેરના કલાકારો ભાગ લેશે.
ગુજરાતના ૧૨૫થી વધારે સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે. જેનું *ઉદ્ઘાટન આદરણીય શ્રી હર્ષ સંઘવી – ગૃહ મંત્રી (રાજ્ય), રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત રાજ્યના કારકમલ દ્વારા કરવામાં આવશે*.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી જાગૃત પટેલ (જાણીતા આર્કિટેક્ટ) તેમજ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (વિશાલા), અમદાવાદ, ગુજરાત આર્ટ સોસાયટી ના અધ્યક્ષ વરિષ્ઠ કલાકાર શ્રી વૃંદાવન સોલંકી અને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સચિવ શ્રી ટી. આર.દેસાઈ ઉપસ્થિત રહેશે.
આ પ્રદર્શન તા ૧ થી ૪ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સાંજના ૪થી૮ કલાક દરમિયાન કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.
અમદાવાદના વરિષ્ઠ કલાકારો શ્રી અમિત અંબાલાલ, શ્રી અમૃત પટેલ, શ્રી અનંત મહેતા, શ્રી અપૂર્વ દેસાઈ, શ્રી અરવિંદ પટેલ, શ્રી ભાનુ શાહ, શ્રી ભરત પંચાલ, સુશ્રી ભારતી પ્રજાપતિ, શ્રી સી ડી મિસ્ત્રી, શ્રી દેવાંગ વ્યાસ, સુશ્રી એસ્થર ડેવિડ, શ્રી નટુ મિસ્ત્રી, શ્રી નટુ પરીખ, શ્રી નવીન ઢગત, સુશ્રી નયનાબેન સોપારકર, શ્રી રતિલાલ કસોંદરિયા, સુશ્રી શારદા પટેલ, સુશ્રી શ્વેતા પરીખ, શ્રી સુરેન્દ્ર પટેલ, શ્રી સુરેશ શેઠ, શ્રી વિનોદ રાવલ તેમજ સમગ્ર ગુજરાત તેમજ ગુજરાત બહારના ગુજરાતી કલાકારો અજય ગોહેલ, પોરબંદર, અજયસિંહ સોલંકી, સંતરામપુર, અજીત પટેલ, આણંદ,
અજીત ચૌધરી, તાપી, અજીત ભંડેરી, ગીર-સોમનાથ, અલકા ચાવડા, બેંગ્લોર, અમિત ગામીત, તાપી, અમિતાભ મડિયા, અમદાવાદ, અરવિંદ એચ. સુથાર, વડોદરા, અશોક ખાંટ, કરમસદ, અતુલ પડિઆ, વડોદરા, બાબુભાઈ મિસ્ત્રી, મુંબઈ, બંસી ખત્રી, અમદાવાદ, ભરત પંડ્યા, ભાવનગર, ભરત પટેલ, સુરત, ભારવી ત્રિવેદી, અમદાવાદ, ભાવેશ પટેલ, સુરત, ચંદ્રકાંત પ્રજાપતિ, સુરત, દેવજી શ્રીમાળી, સુરેન્દ્રનગર, ધર્મેન્દ્ર સહાની, રાજકોટ, ધ્વની શાહ, જામનગર, દિનેશ શ્રીમાળી, વ. વિદ્યાનગર, દિનુ પટેલ, મહેસાણા, દિપક મહેતા, સુરત, ડો.અશોક પટેલ, ભાવનગર, ગગજી મોણપરા, જામનગર, ગાયત્રી મહેતા, મુંબઈ, ગાયત્રી ત્રિવેદી, અમદાવાદ, ઘનશ્યામ રાઠોડ, અમદાવાદ, ગિરીશ ખત્રી, વડોદરા, હરદેવસિંહ જેઠવા, પોરબંદર, જે.પી. પડાયા, અમરેલી, જગદીશ જોષી, ભાવનગર, જયદીપ મૈસુરીયા, સુરત, જયેન્દ્ર ગોહિલ, સુરત, જયેશ ક્યાડા, જૂનાગઢ, જીતેન્દ્ર પટેલ, સુરત, જીતુ ઓઘાણી, અમદાવાદ, કૈલાશ દેસાઈ, ખેડા, કમલેશ ચાવડા, અમદાવાદ, કશ્યપ પરીખ, વડોદરા, કૌશિક ગજ્જર, સુરત, કિશોર મિસ્ત્રી, ગીર-સોમનાથ, કિશોર નરખડીવાલા, બાકરોલ, કૃષ્ણ પડિયા, વડોદરા, ક્રિષ્ના પોપલીયા, જૂનાગઢ, માધુરી સોલેગાંવકર, વડોદરા, મહેન્દ્ર પરમાર, રાજકોટ, મનહર કાપડિયા, અમદાવાદ, મનીષ મોદી, અમદાવાદ, મનોજ ચુડાસમા, અમરેલી, મૌના પંચાલ, અમદાવાદ, મિલન દેસાઈ, અમદાવાદ, મોના દલાલ, સુરત, મુકુંદ જેઠવા, વડોદરા, નાગજીભાઈ પ્રજાપતિ, અમદાવાદ, નંદુભાઈ રાઠવા, છોટાઉદેપુર, નટુ ટંડેલ, વલસાડ, નવનીત રાઠોડ, રાજકોટ, નીલુ જી. પટેલ, અમદાવાદ, નિલેશ સિધપુરા, પાટણ, નિમેશ શાહ, વડોદરા, નિરુપમા ટાંક, ભાવનગર, પીનલ પંચાલ, વડોદરા, પિયુષ ઠક્કર, વડોદરા, પ્રફુલ્લ ગોહેલ, વડોદરા, પ્રણય ગોસ્વામી, વડોદરા, પ્રિયા પરિયાની, અમદાવાદ, રાજેન્દ્રસિંહ ચૌહાણ, જામનગર, રાજેન્દ્રસિંહ મહિડા, કેનેડા, રાજેશ મૂળીયા, થાનગઢ, રમેશ ગોહિલ, ભાવનગર, રોહિત પટેલ, ભરૂચ, રૂપલ બુચ, વડોદરા, રૂત્વિજ મિસ્ત્રી, વડોદરા, સજ્જાદ કપાસી, રાજકોટ, સંવેદના વૈશ્ય, અમદાવાદ, શૈલેષ ડાભી, ભાવનગર, શૈલેષ પટેલ, વડોદરા, સુનિલ દરજી, વડોદરા, સુરેશ રાવલ, રાજકોટ, સૂર્યા ગોસ્વામી, સાપુતારા, સ્વાતિ પરીખ, અમદાવાદ, ઉદય પંચાલ, વડોદરા, ઉમેશ ક્યાડા, રાજકોટ, વૈશાલી ભાવસાર, અમદાવાદ, વિનોદ ચૌધરી, તાપી, વિપ્તા કાપડિયા, મુંબઈ, વિરેશ દેસાઈ, રાજકોટ, વૃંદાવન સોલંકી, અધ્યક્ષ અને કલા મહાવિદ્યાલયના વિદ્યાર્થી ભક્તિ જેઠવા, ધ્રુવિલ બાવડિયા, ધ્વનિ મિસ્ત્રી, હર્ષિલ સોની, સંદિપ મસાણી, સેજલ સોલંકી, વંશ પટેલ, વિપુલ દંતાણી, વિવેક અગ્રાવત અને યશ ગજ્જર મળી 125 કલાકારો ભાગ લેશે.
પ્રદર્શનની તૈયારીમાં સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ શ્રી વૃંદાવન સોલંકી અમદાવાદ, પ્રમુખ ગગજી મોણપરા જામનગર, સેક્રેટરી ઉમેશ ક્યાડા રાજકોટ, ખજાનચી ચંદ્રકાંત પ્રજાપતિ સુરત , તેમજ સંવાહક કૃષ્ણ પડિયા પ્રદર્શનને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે. આ પ્રદર્શનનું સંચાલન અમદાવાદના ચિત્રકાર શ્રી મિલન દેસાઈ તેમજ ચિત્રકાર શ્રી મનહર કાપડીયા, કા. આચાર્ય, શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા થઈ રહ્યું છે. સાથે શ્રી દેવાંગ વ્યાસ, શ્રી જિતુ ઓઘાણી, શ્રી મનિષ મોદી અને સી. એન. વિદ્યાલયના વિદ્યાર્થીઓ ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છે.
ગુજરાત આર્ટ સોસાયટીના આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોય, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવા ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કરવામાં આવેલ છે. સાંપ્રત સમયમાં સરકારી કલાસંસ્થાઓ મોટા ભાગે બંધ થઈ રહી છે એવા સમયે નિજી કલાસંસ્થાને પ્રોત્સાહન આપી આર્થિક રીતે પછાત યુવા ગુજરાતી કલાકારોને કલાની સાચી દિશા મળે, જેઓ ગુજરાતમાં જ પ્રતિસ્પર્ધી ન રહેતા દેશ અને દુનિયાની સાથે તાલ મિલાવે અને આત્મનિર્ભર બને. આ સંસ્થાએ બહારથી કોઈ આર્થિક સહાય ન લેતા આ સંસ્થા સાથે જોડાયેલા સભ્યો થકી આર્થિક ભંડોળ ઉભુ કરી પોતાની રીતે પગભર કેમ થવુ એ દીશા તરફ આગળ વધી રહી છે. સરકારી સહાય તેમજ સરકારી સંસ્થાઓ નો ઉપયોગ અને આપણા હક તરફ આગળ વધવા પ્રોત્સાહન આપી રહી છે. તે હેતુથી ગુજરાતની કલાસંસ્થાના પ્રતિનિધિ શ્રી કશ્યપ પરીખ, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ, એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા, શ્રી મનહર કાપડીયા, કા. આચાર્ય, શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ, શ્રી કિશોર નરખડીવાળા, ઇપ્કોવાલા કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, વલ્લભ વિદ્યાનગરને સોસાયટીએ પોતાની સાથે સાંકળેલ છે. આ ઉપરાંત ગુજરાત આર્ટ સોસાયટીમાં કલાકારોની એક મોટી ટીમ જીલ્લા, રાજ્ય, દેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવે છે. જેમાં ખાસ કરીને કલાની મૌલિકતા અને ગુણવત્તા ને ધ્યાનમા લેવામાં આવે છે.
આ સોસાયટીની સ્થાપના ૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી. આ એકજ વર્ષમાં ‘ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ’, આંકોલવાડી-ગીર ખાતે પ્રથમ કલા શિબિર પ્રતિનિધિ કલાકારો દ્વારા કરવામાં આવી. જેમા સંસ્થાના નીતિનિયમો અને તેનાં સ્વરૂપને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને ત્યાંજ બીજા મેગા આર્ટ કેમ્પ માટે ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારાનુ આમંત્રણ મળ્યું હતું, જેમા ૫૦ જેટલા સમકાલીન વરિષ્ઠ તેમજ યુવા કલાકારો નો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં ૫૩ કલાકારો ઉત્સાહભેર જોડાઈ એક સફળ કલા શિબિરનું ઉદાહરણ પુરુ પાડયું હતું. આ મેગા આર્ટ કેમ્પમાં હાજર ૫૩ કલાકારો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ૧ ઓગસ્ટ ૨૦૨૨ના સોસાયટીના સ્થાપના દિને અને ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિત્તે શ્રી રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનનું આયોજન કરવુ.
આ ઉપરાંત સોસાયટીના ૧૨ કલાકાર દ્વારા જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કર્યું હતું. જેનુ ક્યુરેટીંગ ચિત્રકાર સુશ્રી ગાયત્રી મહેતા દ્વારા કરવામાં આવેલ જેના પ્રીવ્યુના ભાગ રૂપે સુરત ખાતે ‘વિનિતા આર્ટ ગેલેરી’માં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનું ક્યુરેટીંગ શ્રી ઓજસ દેસાઈ તેમજ સુરત ના કલાકાર ચંદ્રકાંત પ્રજાપતિ, નટુ ટંડેલ તેમજ અજીત ભંડેરી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત પ્રદર્શન માટે ૨૫ કરતા પણ વધારે એન્ટ્રી આવેલ જેમાંથી ૧૨ કલાકારોની પસંદગી ગુજરાત બહારની સિલેક્શન કમિટી દ્વારા પારદર્શિતા સાથે કરવામાં આવી હતી. જેમાં જે. જે. સ્કુલ ઓફ આર્ટના ડીન, બોમ્બે આર્ટ સોસાયટી ના ચેરમેન તેમજ જહાંગીર આર્ટ ગેલેરી ના ચેરમેન મુખ્ય હતાં. આ પ્રદર્શનનુ ઉદ્દઘાટન સુશ્રી ઉર્મિલાબેન કનોરિયા દ્રારા કરવામાં આવ્યું હતું. મુંબઈનું આ પ્રદર્શન ખુબ જ વખાણાયેલ અને તેને સારી સફળતા પણ મળી હતી. પ્રદર્શનનું આયોજન સોસાયટીના અધ્યક્ષશ્રી વૃંદાવન સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આઝાદી પહેલા સમાજમાં પ્રસ્થાપિત એક એવી હવા હતી કે ચિત્રકાર એટલે દુકાનનું પાટિયું ચિતરતી વ્યક્તિ. શ્રી રવિશંકર રાવલે અનેક ચિત્રકારોને કામ કરતા કરી ગુજરાતની છબીને ગરિમા ભર્યું સ્થાન અપાવ્યું. તેઓ એક ચિત્રકાર ઉપરાંત સાક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર હતા. તેમણે ‘વીસમી સદી’ સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક ‘કુમાર’ની સ્થાપના કરી હતી. આ ‘કુમાર’ જેમને ત્યાં આવતું તેઓ પોતાની જાતને ગૌરવ અનુભવતા. આવા કલાગુરુના જન્મોત્સવ નિમિતે ૧૨૫ થી વઘારે કલાકારો આ કલાયજ્ઞમાં પોતાની કલાકૃતિ આપી અમદાવાદના આંગણે જયારે આ પવિત્ર દિવસે એક ઈતિહાસ રચાતો હશે ત્યારે આપ સૌની હાજરી અનિવાર્ય હોય અમારું દરેક કલાકાર, કલા રસિક તેમજ આમ જનતાને હાર્દિક આમંત્રણ છે.

