Gujarat

ગીર ગઢડા તાલુકાનાં નવા ઉગલા ગામે  નવા ઉગલા પ્રાથમિક શાળામાં શાળાનો 66મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો…  

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
 નવા ઉગલા પ્રાથમિક શાળામાં તારીખ 07/07/2022ના રોજ શાળાના 66માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા નાટક, ડાન્સ, ગરબા, દેશભક્તિ ગીતો અને અભિનય ગીત રજૂ કરવામાં આવેલ. આ તકે શાળા પરિવાર શાળામાં ભણેલ અને હાલમાં ભણતા તમામ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બાળકો દ્વારા વ્યક્તિગત સ્વચ્છતા તેમજ શાળા સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લીધેલ. શાળાના મેદાનમાં વૃક્ષારોપણ અને તે વૃક્ષોના જતન માટે “એક વિદ્યાર્થી એક વૃક્ષ”ના સૂત્ર હેઠળ માવજત કરશે. આમ શાળાનો જન્મ દિવસ એક ઉત્સવ બની રહ્યો હતો..

IMG-20220707-WA0444.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *