Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી સાથે વૉટર હેલ્પલાઈન એપ વિશે માર્ગદર્શન અને વેક્સિનેશન કેમ્પ યોજાયા

જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ
——
આરોગ્ય ડેસ્કમાં લોકોએ લીધી વેક્સિન તો વૉટર હેલ્પલાઈન એપ વિશે પણ આપવામાં આવી સંપૂર્ણ માહિતી
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર સોમનાથ. તા ૨૧: ૨૧મી જૂને યોગ દિવસ નિમિત્તે સોમનાથ ચોપાટી ખાતે જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ સમગ્ર જિલ્લામાં વિવિધ નગરપાલિકા, ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષા, શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ, જિલ્લા જેલ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ અને વિવિધ જગ્યાએ પણ ઉલ્લાસપૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ યોગપર્વની સાથે જ વૉટર હેલ્પલાઈન એપ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ દિવસની ઉજવણી નિમિત્તે પટાંગણમાં વૉટર હેલ્પલાઈન એપ વિશે પણ લોકોને માહિતી આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન ડેસ્ક પણ ઉભું કરવામાં આવ્યું હતું તો ઉના ખાતે પણ મતદાર જાગૃતિ હેઠળ એપ વિશે માહિતી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે સમગ્ર જિલ્લામાં યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વિવિધ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ યોગ દિવસમાં બહોળા પ્રમાણમાં જનભાગીદારી જોવા મળી હતી. આ તકે યુવાનો, મહિલાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે મતદાર જાગૃતિના વિવિધ અસરકારક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જેમાં નામ નોંધણી, મતદાર યાદીમાં વિગતો ચકાસવી તેમજ મતદાન કેન્દ્ર વિશેની માહિતી અંગેની સમજ આપવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધવાની અપીલ પણ કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વ સહિત ભારતભર અને ગુજરાતમાં પણ કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી ત્યારે કોરોનાના રાક્ષસને નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરવામાં આવેલા વેક્સિનેશન ડેસ્ક મારફતે લોકોએ વાયરસ સામે રક્ષણ આપતી રસીનો પહેલો ડોઝ, બીજો ડોઝ તેમજ બૂસ્ટર ડોઝ લીધો હતો.

UNA-YOG-AND-MATDAR-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *