Gujarat

ગીર સોમનાથ જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જગમાલ ભાઈ વાળા ની પ્રેસ કોન્ફ્રન્સ મા જાહેરાત કરી દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ સોમનાથ દાદા ના દર્શન કરી ને ત્યાર બાદ વેરાવળ માં મહાસભા કરશે.. અહેવાલ

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર  વેરાવળ
    આજ રોજ ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટી ના  કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપપ્રમુખ જગમાલ ભાઈ વાળા એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન  જાહેરાત કરી કે તારીખ 26-7-2022 મંગળવાર ના રોજ દિલ્હી ના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી સોમનાથ મંદિર ખાતે દર્શન પૂજા કર્યા બાદ સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરશે, અને ત્યાર બાદ સોમનાથ બાઈપાસ પાસે આવેલ સરોવર પોર્ટિકો હોટેલ ખાતે વિવિધ સમાજ ના આગેવાનો ની સાથે મુલાકાત કરશે, અને થોડા દિવસો બાદ તારીખ 1-8-2022 સોમવાર ના રોજ સમય 2-00 વાગે કે.સી.સી ગ્રાઉન્ડ રાજેન્દ્ર ભુવન રોડ ખાતે ભવ્ય સભા નું આયોજન કરેલ છે, જેનું પ્રેસ દરમિયાન જગમાલ ભાઈ વાળા એ તમામ વિસ્તાર ના લોકો ને નિમંત્રણ આપ્યું હતું અને આ મહાસભા મા હજારો ની સંખ્યા મા કાર્યકર્તા સાથે જિલ્લા ના દિગ્ગજ આગેવાનો આમ આદમી પાર્ટી મા જોડાશે, અને દિલ્હી ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી એ સુરત ખાતે જેમ ગુજરાત ના લોકો માટે 300 યુનિટ ફ્રી વીજળી ની જે પહેલી ગેરેન્ટી  આપી ,એવી જ રીતે બીજી ગેરન્ટી સોમનાથ દાદા ના સાનિધ્ય માંથી કરવા મા આવશે, એવી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રદેશ આમ આદમી પાર્ટી ના ઉપાધ્યક્ષ શ્રી જગમાલ ભાઈ વાળા એ કરી હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

photo.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *