Gujarat

ગુજરાત સ્ટીમ ક્વીઝ સાયન્સ સીટી-અમદાવાદમાં જવાહર નવોદય વિદ્યાલય-કઠલાલના વિધાર્થીઓ ઝળક્યા.

રિપોર્ટર.મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
અમદાવાદના ‘ સાયન્સ સીટી’મા ‘ગુજરાત સ્ટીમ ક્વીઝ’ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યના જુદા જુદા જિલ્લાના કુલ 5 લાખ 39હજાર 970 બાળકો સહભાગી થયા હતા.પ્રત્યેક જિલ્લાના શ્રેષ્ઠ દસ વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય સ્તરે કરવામાં આવી હતી. જેમાં કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના ચાર બાળકોની પસંદગી થઈ હતી જેમાં પાર્થ ગોસ્વામી- ધો.12,ધ્રુવ રાઠોડ- ધો.12,અંકિતા પારગી-ધો.11,દેવાંશી ચારપોટ-ધો.11ની પસંદગી થઈ હતી.વિદ્યાલયના શિક્ષક રાકેશ ફલવારિયાના માર્ગદર્શન હેઠળ બાળકોની પસંદગી થઈ હતી. સાયન્સ સીટી-અમદાવાદ તરફથી આ બાળકોને ગેલેક્ષી એ-7 લાઇટ ટેબલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જેની એકની કિંમત લગભગ રૂા.17 હજાર છે. બાળકોના શૈક્ષણિક કાર્ય માટે આ ટેબલેટ અતિ ઉપયોગી થઈ પડશે.વિદ્યાલયના પ્રાચાર્ય અનિલ કામ્બલે એ બાળકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના કરકમળો દ્વારા પ્રમાણપત્રો એનાયત કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

IMG-20220316-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *