Gujarat

ચાણસ્માના ખેડૂતે લોન લેવામાં ૧.૮૫ લાખ ગુમાવ્યા

પાટણ
ચાણસ્મા તાલુકાનાં મણિયારી ગામનાં રમેશભાઈ ધનજીભાઈ પ્રજાપતિએ ત્રણ મહિના પૂર્વે તેમનાં ફેસબુક એકાઉન્ટ પર ઉપરોક્ત કંપનીની લોન આપવાની જાહેરાત જાેતાં તેમને પાંચ લાખની લોનની જરૂર હોવાથી તેમણે જાહેરાતમાં દર્શાવેલા ફોન નંબર પર ફોન કરતાં સામેથી રમેશભાઇનાં આધાર, પાનકાર્ડ, પાસબુકની નકલો, પાસપોર્ટ ફોટો માંગતાં રમેશભાઈએ તેને વોટ્‌સએપ ઉપર તા. ૨૦-૫- ૨૨નાં રોજ મોકલ્યા હતા. ત્યારબાદ અડધા કલાકમાં સામેથી તમારી લોન મંજૂર થઇ હોવાનું જણાવીને તેમને લોન એપ્રુવલ લેટર પીડીએફમાં મોકલ્યો હતો. ને જરૂરી જાણકારી આપીને અલગ અલગ ચાર્જ પેટે અવારનવાર રકમો ટ્રાન્સફર કરાવી હતી. આવા ૪૦ જેટલા ટ્રાન્ઝેકશન કરીને તેમણે રૂ. ૧ લાખ ૮૫ હજાર ૫૬૯ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી. પરંતુ આજદિન સુધી કંપનીનાં કહેવાતા વ્યક્તિએ તેમને લોનનાં નાણાં નહીં આપીને તેમને હજુ પણ નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કરી રહ્યો છે. આ અંગે તેઓએ ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.ચાણસ્મા તાલુકાનાં મણીયારી ગામનાં એક ખેડૂતને એક મોબાઇલ ધારકે ફેસબુક ઉપર ‘રિલાયન્સ કેપીટલ, અનીલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ’ નામથી લોન આપવાની જાહેરાત કરીને ૧.૮૫ લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. ઉપરોક્ત કંપનીની જાહેરાત અપલોડ કરીને રૂ.૫ લાખની લોન આપવાની લાલચ આપીને ખેડૂતનો સંપર્ક કરીને તેના ડોક્યુમેન્ટ મંગાવી લોન મંજૂર કર્યાનો લેટર મોકલ્યો હતો. ફોન કરનારે જૂદા જૂદા મોબાઇલ નંબર પરથી એકાઉન્ટન્ટ અને મેનેજર તરીકેની ઓળખ આપીને વાત કરીને લોન મંજૂર કરવાનાં ફાઇલ ચાર્જ અને ઇન્સ્યોરન્સ પેપર ચાર્જ વિગેરે ચાર્જ પેટે અલગ અલગ રૂ. ૧ લાખ ૮૫ હજાર ૫૭૯ની રકમ ખેડૂતના ખાતામાંથી ટ્રાન્સફર કરાવીને ખેડૂતને લોન નહિં આપીને છેતરપિંડી કરી હતી. જે અંગે ખેડૂતો ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *