Gujarat

ચીલોડા રોડ પર ટ્રેક્ટરની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયો, વૃદ્ધનું થયું મોત

ગાંધીનગર
ગાંધીનગરના ઈસનપુરથી મોટા ચીલોડા તરફ જતાં રોડ ઉપર ઉભેલા ટ્રેક્ટરની પાછળ બાઈક ઘૂસી જતાં મહુંદ્રાનાં વૃદ્ધનું ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. જેથી ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના મહુંદ્રા ગામમાં રહેતા પ્રકાશ મેસરીયાનાં પિતા વિનુભાઇ બાઇક લઈ દહેગામ ખાતે ગયા હતા. તે વખતે સાંજના પ્રકાશને જાણ થઈ હતી કે તેના પિતાનો અકસ્માત થયો છે. જેથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આથી પ્રકાશ અને તેનો ભાઈ ગામના સરપંચ સહિતના લોકો ગાંધીનગર સિવિલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિનુભાઇને ગંભીર ઈજાઓ થવાથી મોત થયાનું જાહેર કર્યું હતું. ત્યારે પ્રકાશને માલુમ પડયું હતું કે, તેના પિતા વિનુભાઈ દહેગામથી ઘરે આવવા એકલા નીકળ્યા હતા. એ વખતે ઇસનપુરથી મોટા ચિલોડા તરફ રોડની સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની પાછળના ભાગે વિનુભાઈએ બાઈક અથડાવી દીધું હતું. જેનાં કારણે શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *