21 જૂન એટલેકે વિશ્વ યોગ દિવસ ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પ્રેસ બેઠક યોજી હતી, જિલ્લામાં યોજાનાર યોગ કાર્યક્રમો વિશે માહિતી આપતા કલેકટર સ્તુતિ ચારણે જણાવ્યું હતુંકે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આ વખતે જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ઉજવણી ખૂંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજયકક્ષાના મંત્રી પ્રોફેસર કુબેરભાઈ ડીંડોર ની વિશેષ ઉપસ્થિતિમાં કરાશે ,તો સાથે જિલ્લાના જાણીતા પર્યટક સ્થળ ઐતિહાસિક કુસમ વિલાસ પેલેસ,જાગનાથ મહાદેવ મંદિર,કેવડી ઇકો ટુરિઝમ સેન્ટર અને માખનિયા પર્વત ઉપર પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એ સિવાય પણ જિલ્લાના દરેક તાલુકામાં વિવિધ સ્થળોએ યોગપ્રેમીઓ માટે યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, વિશ્વ યોગ દિવસ અંતર્ગત જિલ્લામાં યોજાનાર યોગા કાર્યક્રમોમાં સહભાગી બનવા જિલ્લાનાં યોગ પ્રેમીઓને જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


