છોટાઉદેપુર નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત એક લાયક અને ઇમાનદાર ચીફ ઓફિસર એવા અતુલ સિન્હા ની નિમણુંક થઈ હતી તેઓના આગમન બાદ નગર પાલિકામાં વહીવટમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો હતો અને એમ કેન પ્રકારે ખૂબજ ટૂંકા ગાળામાં ચીફ ઓફિસરની બદલીનો આદેશ કરાવ્યો હતો હજી તો ચીફ ઓફિસર અતુલ સિન્હા એ માણ માણ સત્તા સંભાળી હતી ત્યાંજ તેઓની બદલી કરવામાં આવતા ભ્રષ્ટાચારીઓમાં આનંદ જોવા મળ્યો હતો જે નગરજનો માં બદલી થતા નારાજગી જોવા મળી હતી ત્યારબાદ નગરના જુદા જુદા અગ્રણીઓ નાગરિકોએ આ બદલી રદ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારબાદ આજરોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગએ છોટાઉદેપુરના ઓફિસર અતુલ સિન્હાને બદલીના હુકમ ને મૂળ અસરથી રદ કર્યો હતો, આ સમાચાર મળતા જ નગરજનોમાં ખુશીની લહેર ફરી વળી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

