Gujarat

છોટાઉદેપુર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોને પૂરા પગાર નાં  હુકમો એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમનું આયોજન બોડેલી સ્વામીનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું

 હુકમો એનાયત
ગુજરાત સરકાર દ્વારા  વિધ્યાસહાયકોને પૂરા પગાર નાં હુકમો એનાયત કરવાના કાર્યક્રમો ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ યોજવામાં આવ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકની છોટાઉદેપુર, વિવિધ પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2017 માં નિમણૂંક પામેલ 285 વિદ્યાસહાયક શિક્ષકોને પુરા પગાર ના હુકમો એનાયત કરવા માટેનો એક કાર્યક્રમ બોડેલી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો
છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગંગા સીંગ, ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ,  તેમજ જિલ્લા પંચાયત સદસ્યો અને જિલ્લા તાલુકાના ભાજપના હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
         આ પ્રસંગે 285 વિદ્યાસહાયક શિક્ષક ભાઇ બહેનોને તેમના પુરા પગારના હુકમો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવે ત્યારે તમામ શિક્ષકોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી ગયેલી જોવા મળી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220426-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *