છોટાઉદેપુરના આરએફઓ નીરંજન રાઠવા દ્વારા છેલ્લા કેટલા દિવસોથી પેટ્રોલિંગ કડક બનાવી દેવા આવ્યું છે ત્યારે બોડેલીના અલીપુરા નજીક વન વિભાગની ટીમ દ્વારા પંચરાઉ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડયો હતો ઉપરાંત એક શખ્સને પણ વનવિભાગની ટીમ સાથે ઝડપી પાડયો હતો
વનવિભાગની ટીમ બોડેલી રેન્જ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટેમ્પો ગેરકાયદેસર લાકડા સાથે વાહતુક કરી લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે વન વિભાગની ટીમ દ્વારા બોડેલીના અલીપુરા વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમી વાળો ટેમ્પો વહેલી સવારે મળસ્કે આવતા વન વિભાગની ટીમ દ્વારા ટેમ્પો નો પીછો કરી અલીપુરા ચોકડી નજીક ટેમ્પો ઊભો રાખતા તેમાં ભરેલા પંચરાઉ લાકડાની પાસ પરમીટ માંગતા ચાલે કે તેમાં અસમર્થતા દર્શાવતા વનવિભાગ ભારતીય વન અધિનિયમ ની કલમ મુજબ તેની અટક કરી હતી
ટેમ્પા માં તપાસ કરતા ગેરકાયદેસર ભરેલા 5,794 ધન મીટર પંચર લાકડાની અંદાજિત કિંમત રૂપિયા 23,000 ની કિંમત ના લાકડા મળી આવ્યા હતા વનવિભાગ દ્વારા મુદ્દામાલ કબજે કરી ટેમ્પો સાથે ઝડપાયેલા ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ઈમરાન મન્સૂરી બોડેલી


