રીપોર્ટર,ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ
………………………………………….
…………………………………………………….. જસદણ અદાલત દ્વારા સગીર પુત્રને તેની માતાને સોપવાનો હુકમ કરવામાં આવ્યો જેમાં જસદણ તાલુકાના નાની લાખાવડ ગામના નિવાસી રીનાબેને પુત્ર ની કસ્ટડી લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી અને પોતાના પાંચ વર્ષના પુત્રની કસ્ટડીની માંગણી કરેલ હતી. રીનાબેન જણાવેલ કે તેના પતિ એ તેને મારઝૂડ કરી તેના પુત્ર ને ઝૂંટવી લઇ ધરમાંથી કાઢી મુકેલ. સદર અરજી નાં અનુસંધાને કોર્ટે ત્વરીત પગલાં લઇ ક્રિમીનલ પ્રોસીઝર કોડ મુજબ સામાવાળાને નોટિસ ફટકારી અને સામાવાળાઓને સગીર પુત્ર સાથે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો. કોર્ટમાં ખૂબ જ ભાવુક વાતાવરણ સર્જાયું .આમ બન્ને પક્ષોની દલીલ સાંભળીને એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ પી.એન.નવીન સાહેબે સગીર પુત્રને તેની માતા ને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો.
………………………………………….
પ્રકાશ જે.પ્રજાપતી
(એડવોકેટ – ગુજરાત હાઇકોર્ટ)


