તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧,૦૭,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
ગઇ કાલ તા.૦૭/૦૬/૨૦૨૨ ના રાત્રિના સમયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, જાફરાબાદ પો.સ્ટે. વિસ્તારમ આવેલ કડીયાળી ગામે, બલાણા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે આવેલ ગૌચર સીમ વિસ્તારમાં જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ પાંચ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધેલ અને છ ઇસમો રેઇડ દરમિયાન નાસી ગયેલ હોય, જુગાર રમતા તમામ અગિયાર ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરીજાફરાબાદ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ
(૧) અયાઝભાઇ અહેમદભાઇ ગોરી, ઉ.વ.૨૯, રહે.રાજુલા, ગોંદરા ચોક, તા.રાજુલા, (ર) હરેશભાઇ ઘોહાભાઇ વરૂ, ઉ.વ.૩૩, રહે.નાગેશ્રી, તા.રાજુલા, (૩) રાકેશભાઇ ભીમાભાઇ વાઘેલા, ઉ.વ.૨૭, રહે.રોહિસા, તા.જાફરાબાદ, (૪) બસીરભાઇ દિલુભાઇ કાદરી. ઉં.વ.૪૦, રહે.રાજુલા, સલાટવાડા. (૫) સિરાઝભાઇ મહંમદભાઇ મલેક, ઉ.વ.૪૦, રહે.જાફરાબાદ, પોલીસ લાઇન પાસે.
→ જુગારની રેઇડ દરમિયાન નાસી ગયેલ ઇસમો
(૧) સલીમભાઇ ઇસ્માઇલભાઇ બ્લોચ, રહે.કડીયાળી, તા.જાફરાબાદ, (ર) દિલીપભાઇ પાતાભાઇ વરૂ રહે,નાગેશ્રી, તા.જાફરાબાદ,
(૩) હરિભાઇ પરશોતમભાઇ સોલંકી, રહે.રાજુલા
(૪) બાવલો ઉર્ફે રૂસ્તમભાઇ હબીબભાઇ કુરેશી, રહે.સાવરકુંડલા,
(૫) ફિરોઝભાઇ હાસમભાઇ નાગરીયા, રહે.રાજુલા,
(૬) મુન્નો ઉર્ફે ગઠીયો રહીમભાઇ કુરેશી, રહે.સાવરકુંડલા, જિ.અમરેલી,
→ પકડાયેલ મુકામાલ
રોકડા રૂ.૬૭,૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-પ, કિં.રૂ.૪૦,૫૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦૮- મળી કુલ કિં.રૂ.૧,૦૭,૫૫૦/- નો મુદ્દામાલ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area


