જામનગર
જામનગર નજીક લાલપુર રોડ પર સર્જાયેલા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે એક મોટરસાયકલને પુર ઝડપે દોડતા જીજે ૧૭ ટી ૩૭૧૭નંબરની ટ્રકે જાેરદાર ટક્કર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં મોટરસાયકલ ચાલક કલ્પેશભાઈ પાગલાભાઈ માવી નામના યુવાન બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. જેમાં તેઓને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે ૧૦૮ દ્વારા ઘાયલ યુવાનને તાત્કાલિક જામનગર ખસેડાયો હતો. જાે કે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું અડધા રસ્તે જ મૃત્યુ નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વાવફળિયું તાલુકાના રીંગોલી ગામનો મૃતક યુવાન તેના પિતા સહિતના પરિવાર સાથે લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામે મુકેશ વીરજી પટેલની વાડીએ મજૂરી કામ કરવા આવ્યો છે. ગઈકાલે ફોઈનો દીકરો આવવાનો હોવાથી મૃતક પાડોશીનું મોટર સાયકલ લઇ, ઇશ્વરીયા ગામેથી ભટીયા ગામના પાટિયે તેને તેડવા જતો હતો, ત્યારે ચંગા ગામના પાટિયા પાસે કાળમુખા ટ્રકનો કોળીયો બની ગયો હતો. આ બનાવ અંગે ૧૦૮ ની ટીમે મૃતકના પિતાને ફોન કરવામાં આવતાં તેઓ અન્ય પુત્ર સાથે રાત્રે જામનગર આવી ગયા હતા. આ બનાવ અંગે મૃતકના પિતાએ નાસી ગયેલ ટ્રક ચાલક સામે પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઈ સી એમ કાંટેલીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.જામનગર નજીક લાલપુર રોડ પર આવેલા ચંગા ગામના પાટિયા પાસે પુરઝડપે દોડતી ટ્રકે બાઈકને જાેરદાર ઠોકર મારતાં બાઈક ચાલક યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. મૃતક પોતાના ફોઈના દીકરાને તેડવા માટે ભટીયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો ભોગ બની ગયો હતો. પંચકોશી બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


