Gujarat

જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં માંડવી તાલુકાની ઝાબ પ્રાથમિક શાળા ઝળકી 

બારડોલી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જિલ્લા પંચાયત હસ્તકની માંડવી તાલુકાની ઝાબ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રથમ ક્રમાંક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
               સદર સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની રિયાકુમારી એસ.ચૌધરીએ ચિત્ર સ્પર્ધામાં અને તન્વીકુમારી આર.વસાવાએ સર્જનાત્મક વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવીને ઝળહળતી સિદ્ધિ હાંસલ કરીને શાળાનું નામ રોશન કર્યું છે. તદુપરાંત નેન્સીકુમારી કે.રાઠોડે એક પાત્રીય અભિનયમાં ત્રીજો ક્રમાંક મેળવેલ છે. વિજેતા બનેલ બાળાઓને શાળાનાં આચાર્ય કલ્પેશભાઈ અને ઉપશિક્ષિકા નિકિતાબેન ચૌહાણ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ ઝળહળતી સિદ્ધિ બદલ બાળાઓને શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ, ગામનાં સરપંચ તથા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.

IMG-20221211-WA0121.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *