_જૂનાગઢ ખાતે તાજેતરમાં મહા શિવરાત્રી મેળો શરૂ થઈ ગયેલ હોઈ, જે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવનાર હોઈ તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ* હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, *જડબેસલાક બંદોબસ્ત* ગોઠવવામાં આવેલ છે…._
_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા દ્વારા આ *મહા શિવરાત્રી મેળાની સુરક્ષા માટે બોમ્બ જૂનાગઢ બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS)ના એ.એસ.આઈ. જયપાલસિંહ, હે.કો.મયુરભાઈ, દેવજીભાઈ, મહિપતસિંહની એક ટીમ તથા પોરબંદર જિલ્લા બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS)ના એ.એસ.આઈ. પોપટભાઈ, હે.કો. અરજણભાઈ, સંજયભાઈ, જીતેશભાઈ, વનારાજભાઈ, સહિતની બે ટીમો* રાખવામાં આવેલ છે. આ બે ટીમોમા એક જૂનાગઢની *સ્થાનિક જૂનાગઢ ખાતેની BDDS ટીમ તથા એક પોરબંદર ખાતેની BDDS ટીમ* મંગાવવામાં આવેલ છે. આ BDDS ટીમ પૈકી એક ટીમ શિવરાત્રીના મેળામાં તેમજ રોપ વે ની સાઇટ ઉપર *સતત રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ હાથ ધરી, સામાન તથા રૂટ ઉપર ચેકીંગ* હાથ ધરવામાં આવેલ છે. જ્યારે એક BDDS ટીમ *શહેર વિસ્તારમાં એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોટલ, ધાબા, જાહેર જગ્યાઓ ઉપર ચેકીંગ* હાથ ધરવામાં આવશે. આ બંને BDDS ટિમ દ્વારા ગઈકાલ રોજ થઈ જ ચેકીંગ હાથ ધરી દેવામાં આવેલ છે. આ ચેકીંગ તમામ BDDS ટીમો દ્વારા મહા શિવરાત્રીના મેળા દરમિયાન સતત હાથ ધરવામાં આવશે. ઉપરાંત બંદોબસ્ત ના પોઇન્ટ તેમજ પેટ્રોલિંગ મોબાઈલોને ચેકીંગ માટે મેટલ ડિટેક્ટર પણ આપવામાં આવેલ છે. જેના દ્વારા પણ યાત્રિકોના શંકાસ્પદ સામાનનું ચેકીંગ હાથ ધરવામાં આવશે. શહેર વિસ્તારમાં પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓની મોબાઈલોને બ્રેથ એનેલાઈઝર પણ ઇસ્યુ કરવામાં આવેલ છે, જેના દ્વારા શંકાસ્પદ ઇસમોને ચેકીંગ દરમિયાન કેફી પીણું પીધેલ હાલતમાં પકડી પાડવા માટે મદદરૂપ થનાર છે. આમ, *પોલીસ દ્વારા મહા શિવરાત્રીના મેળા દરમિયાન આધુનિક સાધના સામગ્રી દ્વારા ચેકીંગની કાર્યવાહી કરી, યાત્રાળુઓ શીવરાત્રી મેળો મન ભરીને માણી શકે તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા* ગોઠવવામાં આવેલ છે…….._
_આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા* ગોઠવવામાં આવેલ છે…_તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


