બેદરકારી / રસ્તાનાં કામમાં થાય ભ્રષ્ટાચાર તોય પાછા કહે અડીખમ ગુજરાત, અડતાની સાથે જ ઉખડી જાય છે આખે આખા પોપડાં…..
રાજ્યમાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા એક એવાં રસ્તાની અહીં વાત કરીશું કે જે ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે
હિંડોરણા રાજુલા થી બાઢડા સુધી બનતા રોડમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ….
ઘણા વર્ષો પછી અનેક રાજકીય આગેવાનોની રજૂઆતો પછી હિંડોરણા રાજુલા થી બાઢડા રોડ બની રહ્યો છે ત્યારે …
રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી માટે એક વાર આ રસ્તો જોવા આવે તેવી લોકોની માંગ
રસ્તાના કામમાં નરી વેઠ ઉતારવામાં આવતી હોવાની હાલ લોકમુખે સાંભળવા મળી રહ્યું છે લોકો દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે આ રસ્તાના કામ માં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે
રોડ તો લોટ પાણીને લાકડા જેવો બની જાય છે અને થોડા જ સમયમાં રોડ જ આખો ગાયબ થઈ જતો જોવા મળે છે આ રસ્તો જાણે કોન્ટ્રાક્ટર અને તેના મળતીયાઓ માટે નોટ છાપવાનું મશીન બનીને રહી જાય છે જ્યારે પ્રજામાં ખૂબ જ બિસ્માર રોડ ના કારણે પેટ્રોલ-ડીઝલનો વ્યવ ખાડા ખાબોચિયાને રસ્તાના કારણે વાહન અને નુકસાન સહિત અસંખ્ય લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે
ના.કા.પા.ઇજનેર સાહેબ શ્રી ને રોડના કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે પૂછવામાં આવતા સાહેબ શ્રી દ્વારા પણ ઉડાઉ જવાબો આપી હાથ ખંખેરી લેવામાં આવેછે સાહેબ શ્રી ની મહેમાન ગતિ માણતા હોઈ તેમ કોન્ટ્રાકટરો સતત ના.કા.પા.ઇજનેર ની ઓફિસમાજ પડયા પાથર્યા રહેતા હોય આ બાબતે પણ લોક મુખે ચર્ચાઓ નો વિસય બન્યો છે તો સુ કોન્ટ્રાક્ટર સાથે સાહેબ શ્રી ની પણ મિલીભગત હશે કે સુ એ પણ લોકોમાં ખુબજ ચર્ચા નો વિસય બનવા પામ્યો છે જો આ બાબતે ઉચ્ચ કક્ષા એથી તટસ્થ તપાસ કરવામાં આવેતો આ સિવાયના પણ કામોમા થયેલા ભ્રષ્ટાચારો ખુલ્લા પડવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે હવે લોકોએ એજ જોવાનું રહ્યું કે આ કામોમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર ની તટસ્થ તપાસ કરવા મા આવે છે કે કેમ તેનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે..
ચાલુ કામ પર મેજરમેન્ટ બુક… પણ રાખવામાં આવતી નથી.. ટ્રક ડ્રાઇવરને પૂછવામાં આવતા.. ગેટ પાસ પણ હોતો નથી..
નિયમ મુજબ રોડ બનાવવા સમયે રોડ ઉપર રહેલી ધૂળ રોડના કામના નિયમ મુજબ કમ્પ્રેશન દ્વારા સાફ કરવાની હોય છે એ સાફ કરવામાં આવતી નથી
સરકારના નીતિનિયમો નો ખુલ્લેઆમ ઉલાળિયો કરી કોન્ટ્રાકટર દ્વારા 18 વર્ષથી નીચેની વયના બાળ મજૂરો પાસે પણ કામ કરવામાં આવતું હોય તેવા દ્રષ્યો પણ જોવામળી રહયા છે આ બાબતે જવાબદાર વ્યક્તિ ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તમારા થી થાય તે કરીલો અમારી પહોંચ છેક ઉપર સુધી છે અમારું કોઈ કશુજ કરી શકશે નહીં તેવો જવાબ જયદીપ કન્સ્ટ્રકશન ના જવાબદાર વ્યક્તિ દ્વારા રોકડુજ પરખાવી દેવામાં આવ્યું હતું
સાથે સાથે એવું પણ જણાવવામાં આવ્યું હતુંકે તમારે જે પેપર કે ન્યુઝ માં આપવું હોઈ ત્યાં આપીદો તો પણ અમને કોઇ પણ જાતનો ફેર પડતો જ નથી….. કોઈપણ જગ્યાએ રજૂઆત કરવી હોય ત્યાં કરી દો અમારું કોઈ કશુજ બગાડી શકશે નહીં અમે ઉપર સુધીના અધિકારીઓ ને ખિસ્સામાં રાખતા હોઈએ છીએ…. આ એજન્સી ના જવાબદાર વ્યક્તિ દ્વારા આવા જવાબો આપવામાં આવે છે
કોન્ટ્રાક્ટર મોટી રાજકીય વગ ધરાવતા હોય અને સરકારના જવાબદાર અધિકારી ઓ ની પણ મિલીભગત હોઈ આ બાબતે આજુબાજુ વિસ્તારના સરપંચો તેમજ અગ્રણીઓ પણ આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા ડરી રહયા છે આ બાબતની અનેક ફરિયાદો ઉઠવા પામી છે પરંતુ આ અવાજ જવાબદાર તંત્રના બહેરા કાને અથડાઈ અને આંખે જાણે કાળી પટ્ટી ધારણ કરિ લેવામા આવી હોય તેવા ઘાટ સર્જાયા હોઈ તેવું હાલ જોવા મળી રહ્યું છે
સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે લખ લૂંટ ખર્ચ કરવામાં આવતો હોય છે ત્યારે કેટલાક સરકારી ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પોતા ના ખીસ્સાઓ કેમ ભરાય તેમજ રચ્યાપચ્યા રહેતા હોય છે
રોડના કામમાં ડામર વાપરવામાં આવતો હોય છે એ ડામર તો નામમાત્ર નો અને ખુબજ હલકી ગુણવત્તાવાળો વાપરવામાં આવે છે.રોડ ઉપર જતાજ ડામર ની જગ્યાએ કેરોસીન જેવી સખત દુર્ગંધ આવે છે… લહેરની અંદર ધારા ધોરણ અને નિયમ મુજબ જે ફિટનેસ આવવી જોઈ તે જાડાઈ કે માપ સાઈઝ પ્રમાણે કામ કરવામાં આવતું નથી ડામર નો જે રીતે નિયમ મુજબ ઉપયોગ કરવાનો હોઈ છે તે ક્યાંય પણ જોવા મળી રહ્યું નથી તેમજ ડામરની લહેર વ્યવસ્થિત મારવામાં આવતી નથી.. પીપાવાવ .. અલ્ટ્રાટેક અનેક ઉદ્યોગો આવેલાં છે જેને કારણે ઓવરલોડિંગ વાહનો પણ ચાલતા હોવાથી નબળા કામને લીધે આ રોડ તાત્કાલિક તૂટી જવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ પણ રહેલી છે… કોન્ટ્રાકટર દ્વારા સરકારી ધારા ધોરણ મુજબ બનાવામાં આવેલા એસ્ટીમેટ મુજબ કામ કરવામાં આવીરહેલુ નથી.. આંબરડી ગામ ના સરપંચ તેમજ આંબરડી ગામના ઉપસરપંચ અને ગામલોકો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ હતી.. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી છે…
જવાબદાર તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્ય વાહી કરવામાં આવશે કે કેમ…. કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ મુજબ મુજબ જવાબદાર અધિકારીઓના ખિસ્સાઓ મા કોન્ટ્રાકટર દ્વારા કડકડતી નોટોના બંડલો મૂકી આપવામાં આવ્યા હશે ..જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એતો લોકોએ હવે જોવાનુજ રહ્યું
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


