પ્રગતિને ભણતર સાથે કોઈ લેવાદેવા નથી, જો ખુદ પર આત્મવિશ્વાસ અને દિલમાં સાહસ હોય તો વ્યક્તિ કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. આવું જ એક જીવતુજાગતુ ઉદાહરણ છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અકાળા ગામના કાનજીભાઈ પટેલ. જેઓ પોતાની કોઠાસુઝથી આજે ખેતીમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
કાનજીભાઈ પટેલ આજે 14 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી બમણી કમાણી કરે છે,
આયુર્વેદિક ઔષધોમાં હળદર અનેક રોગમાં ગુણકારી હોવાનું માનવામાં આવે છે. શરદી, કફ ઉપરાંત ચામડીના રોગમાં રાહત આપતી હળદર કોરોના સમયમાં ઉકાળામાં ખુબ ઉપયોગમાં લેવામાં આવી હતી. રસોઈમાં મોટે ભાગે વપરાતા મસાલામા હળદર રસોઈને સ્વાદિષ્ટ અને રંગ આપવામાં મદદરૂપ બને છે
એટલે કે કાનજીભાઈ પોતાના ખેતરમાં હળદર, શેરડી, ચણા,મગ, સૂરજમુખી, પ્રાકૃતિક ખેતી કરે છે. જોકે, તેમનું કહેવુ છે કે, પ્રાકૃતિક ખેતી કર્યા પછી પહેલાની સરખામણીમાં આવક પણ ઘણી સારી મળે છે કામ કરવાની મજા આવે છે. જણાવી દઈએ કે,કાનજીભાઈ હળદરને ઓર્ગેનિક રીતે ઉગાડી ગ્રાહકોને નઝીવા ભાવે વહેંચે છે.તેમજ ચણા,મગ,શેરડી, તેમજ સૂરજમુખી સહિતના પાકોમાં પણ પહેલાની સરખામણીમાં આવક પણ ઘણી સારી મળે છે કામ કરવાની મજા આવે છે.તેવું જણાવી રહ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર


