જેતપુર જામકંડોરણા ના ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડિયા ની રજુઆત ના પગલે સરકાર માંથી સ્વર્ણિમ જયંતિ ની ગ્રાન્ટ પાસ કરાવેલ ,ત્યારે નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયા ના માર્ગદર્શન માં વોર્ડ નં – ૭ માં ૩ કરોડ ૮૬ લાખના સી.સી.રોડ ના કામ મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ના ભાજપ ના સદસ્ય સ્વાતિબેન જોટંગીયા તથા ગીતાબેન જાંબુકીયા એ પોતાના વિસ્તાર માં નવા સી.સી રોડ નું કામ ચાલુ કરાવી ખાતમુહૂર્ત કર્યું હતું ,ત્યારે આવનારી ચૂંટણી ને લઈને નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો થશે તે ચોક્કસ છે,તેમજ વોર્ડ નં.૭ ના પ્રજાજનો ને વિશ્વાસ સાથે કોલ આપેલ કે કોઈ પણ વિકાસ ના કામ આપડા વિસ્તાર માં બાકી રહેશે નહીં જેની ખાતરી આપેલ.
હરેશ ભાલીયા જેતપુર


