રાજકોટ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના આગમને લીધે જેતપુરમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો.વીરપુર,કાગવડ,ખારચિયા, સરાધારપુર સહિતના ગ્રામ્ય પંથકમાં અવિરત મેઘમહેર યથાવત રહ્યો હતો.
જેતપુર શહેરના મુખ્ય માર્કેટ એમ જી રોડ, કણકિયા પ્લોટ વિસ્તારના મુખ્ય રોડ પર પાણી ભરાયા હતા જેતપુર નવાગઢ નગરપાલિકાની પ્રીમન્સુનની કામગીરીની પોલ ખોલી હતી તેમજ મુખ્ય માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો
બીજી તરફ જેતપુરનાં નવાગઢમાં ઈદગાહ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિક લોકોનાં ઘરમાં પાણી ફરી વળતા ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. એને પગલે લોકોએ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા બીજી તરફ પાણી ભરાતા જેતપુર મામલતદાર તેમજ નગરપાલિકા નાં ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાણી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે હરીપર,મેવાસા, ડેડરવા ઉમરાળી સહિત ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો ધોધમાર વરસાદના કારણે નદીના પાણી ગામ સુધી પહોંચ્યા હતાં જેથી મેવાસા,તેમજ ઉમરાળી ગામ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું ઉપરાંત મેવાસા ગામના કોઝવે નાં પુલ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો સંપર્ક વિહોણા થયા હતા તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો.

