Gujarat

જેતપુર પરિણીતાનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

જેતપુર શહેરના નવાગઢનાં રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતી એક પરણિતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. જે મામલે જેતપુર શહેર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે શહેરના નવાગઢનાં રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતી નિકિતા હિતેશભાઈ ધરેજીયા ઉ.વ.25  નામની 27 વર્ષની પરિણીતાએ આજે સવારના સમયે અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરતાં જેતપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ બનાવ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

IMG-20220714-WA0169.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *