ડાંગ
કોટબા તથા ગાયગોઠણ વચ્ચે મુખ્ય રસ્તાની જમણી બાજુ ૬ સાગી ઝાડ જે મુદ્દા માલની કિંમત ૧ લાખ ૯૧ હજાર ૮૬૦ છે એ મળી આવ્યો હતો. આ સ્થળ નજીક ગુનેગારની તપાસમાં વોચ ગોઠવતાં શંકાસ્પદ ઈસમો કિશનભાઇ ગુલાબશિંગભાઈ પવારની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલી વ્યક્તિ પાસેથી હોન્ડા લિયો મોટર સાયકલ નંબર જીજે ૩૦ બી ૯૦૮૧ જેની કિંમત ૨૦ હજાર મળી કુલ ૨ લાખ ૧૧ હજાર ૮૬૦નો મુદ્દામાલ મળી આવતાં બંનેની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. વધુ તપાસમાં એમણે ગુનાની કબૂલાત કરેલી છે તથા અન્ય ૧૦થી ૧૨ ઈસમો ભાગી છૂટેલા છે, જેમની તપાસ ચાલુ છે.ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વનવિભાગના ડી.સી.એફ. ડી.એન.રબારીના માર્ગદર્શન હેઠળ લવાચાલી રેંજના આર.એફ. ઓ અર્ચનાબેન જે. હિરાની ટીમ તેમની રેંજના કાર્યક્ષેત્રમાં લાકડા ચોરી થતાં હોવાની બાતમીના આધારે તપાસ કરતાં મુદ્દામાલ સહિત ૨ લાકડોચોરોની ધરપકડ કરવામાં આવી હતી.


