Gujarat

હળવદના સરકારી દવાખાના પાછળથી ૬ જુગારીઓ પકડાયા

મોરબી
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરકારી દવાખાના પાછળ સિધ્ધેશ્વર મંદિર પાછળ આવેલ બંધ મકાનમાં આરોપી જયકુમાર કિશોરભાઈ ઠક્કરના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેથી ટીમે દરોડો કરતાં જુગાર રમતા જય કિશોરભાઈ ઠક્કર, પંકજ મનહરભાઈ અનડકટ, લાલજી હંસરાજભાઈ ખાવડીયા, લાલજી બનુંભાઈ રાઠોડ, હરીશ કાંતિલાલ ઠક્કર અને સુનીલ હિમતભાઈ મેર એમ છ ઇસમોને ઝડપી લીધા હતા. ઉપરાંત રોકડ રકમ રૂ. ૧ લાખ ૦૮ હજાર ૩૦૦ તેમજ મોબાઈલ નંગ ૪ કિંમત રૂ. ૮ હજાર મળીને કુલ રૂ. ૧ લાખ ૧૬ હજાર ૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે કામગીરીમાં હળવદ પીઆઈ એમ વી પટેલ, આર એમ ઝાલા, કે એમ સોલગામા, તેજપાલસિંહ ઝાલા, કમલેશભાઈ પરમાર, રણજીતસિંહ અરજણભાઈ સહિતની ટીમ જાેડાઈ હતી.હળવદ શહેરના સરકારી દવાખાના વાળી ગલીમાં સિધ્ધેશ્વર મંદિરની પાછળ બંધ મકાનમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

File-02-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *