Gujarat

ડીસા નગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર આજથી શરૂ થનાર ગૌકથા…..

ગિરગઢડા
   ભરત ગંગદેવ..
   ડીસા નગરમાં રામકથા,ભાગવત કથા,ગાયત્રી કથા,શીવ કથા,દેવી ભાગવત કથાનું અવારનવાર આયોજન થયું છે પણ ડીસા નગરના ઇતિહાસમાં માત્ર અને માત્ર ગૌમાતાને જ કેન્દ્રમાં રાખીને આજે પૂજ્ય શાસ્ત્રીજી ગૌશાળા ખાતે ગૌકથા શરૂ થનાર છે ત્યારે આખાયે ડીસા નગર,તાલુકો ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ ઉત્સાહ અને ખુશીનો અનેરો માહોલ છે.
   આજ તારીખ 11-3-2022 શુક્રવારથી તારીખ 15-3-2022 મંગળવાર એમ પાંચ દિવસ માટે રોજ સાંજે 4=00 થી 7=00 વાગ્યા સુધી ચાલનાર આ કથાના મુખ્ય વકતા પૂજ્ય સાધ્વી શ્રધ્ધા ગોપાલ દીદીજીને સાંભળવાં એ જીવનનો મહામૂલો લ્હાવો છે.રોજેરોજ કથા સાંભળનાર માટે સાંજે ભોજન પ્રસાદની પણ ઉતમ વ્યવસ્થા રખાનાર છે.ડીસા નગર ઉપરાંત બહારગામના ગૌપ્રેમી દાતાઓએ ખૂબ જ સારો આર્થિક સહયોગ પણ આપ્યો છે.ગૌમાતા માટેની જ કથા છે એટલે નગરજનો પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.આજે બપોરે 2=00 વાગે સાંઈબાબા મંદિરથી અભૂતપૂર્વ કળશયાત્રા, પોથીયાત્રા,શોભાયાત્રા પણ નીકળશે જેમાં 151 બહેનો/દીકરીઓ કળશ માથા ઉપર રાખી કળશયાત્રામાં જોડાશે.
    શાસ્ત્રીજી ગૌશાળા તેમજ કથા સાથે સંકળાયેલ અગ્રણીઓ સર્વ ભરતભાઈ ભાવિકવાળા,શશીકાંતભાઈ ડી.ઠકકર, મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર, અજયભાઈ માળી સહિત 101 ગૌપ્રેમી કથા સમિતિના સમર્પિત સેવકો કથાની સફળતા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.

IMG-20220310-WA0407.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *