Gujarat

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  હેઠળ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આજરોજ માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 ગિરગઢડા
   ભરત ગંગદેવ ગિરગઢડા..

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીને સરસ્વતી વંદના કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આરતીબેન ઓઝા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું .જે રાષ્ટ્રીય સેવિકા સમિતિ રાજકોટ મહાનગરપાલિકામાં બૌદ્ધિક પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમના દ્વારા રાષ્ટ્ર માટે નારીના બલિદાન પર ખુબ જ સુંદર કોઈ દિવસ સાંભળ્યા પણ ન હોય એવા ઉદાહરણો અમને જાણવા મળ્યા.તેમજ મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી કલેકટર અવની મેડમ દ્વારા પણ બહેનોને ખુબ જ સુંદર પ્રોત્સાહન મળે તેવું પ્રવચન સાંભળવા મળ્યું.આ ઉપરાંત રાજકોટ જિલ્લાના અધ્યક્ષ  મુકેશભાઈ ડાંગર દ્વારા સંગઠન વિશેની વિસ્તૃત માહિતી જાણવા મળી.આ કાર્યક્રમ અંતર્ગત લોધિકા તાલુકાના ચાર શિક્ષિકા બહેનોનું વિશેષ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતુ . જેમાં રાતૈયા પ્રાથમિક શાળાના  શિક્ષક કવિતાબેન ભટાસણાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ  સાથે બીજા શિક્ષકો અમીબેન જાડેજા, યાજ્ઞિક નૂપુરબેન તથા દક્ષાબેન પીપળીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માતૃશક્તિ હાજર રહી,જેથી  આ કાર્યક્રમ વિશેષ દીપી ઉઠ્યો. આ કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર તાલુકા ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી…આ માટે સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ.

IMG-20220310-WA0534.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *