આ પ્રસંગે અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમના અંતે પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહનાઓ દ્વારા જણાવામાં આવ્યું કે, હાલના સમયમાં આ પ્રકારની કલા/કરતબો લુપ્ત થતી જાય છે ત્યારે શ્રી એન કે જોશી તથા તેમની ટીમ દ્વારા આ પરંપરા જાળવી રાખી છે. જે અભિનંદનને પાત્ર છે. ત્યારબાદ, All India Patanjali Yoga Associationના મુખ્ય લીડર એન.કે.જોશી તથા તેમની ટીમના તમામ સભ્યોનો આવા સાહસિકકરતબો અને સ્ટંટ કરવા બદલ આભાર વ્યક્ત કરી અને મોટીવેશન આપવામાં આવ્યું.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


