જેમાં વૃતિકા યોજનાને અત્રેના જીલ્લામાં કાર્યરત કરવા અભિજિત.એન પંચભાઈ, બાગાયત અધિકારી, નાયબ બાગાયત નિયામકની કચેરી, તથા ધર્મેન્દ્રકુમાર બી. પટેલ, આચાર્ય, વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, બી.એડ કોલેજ , પાવીજેતપુર, ટ્રેનર તરીકે રસિલાબેન.આર.રાઠવા, બાગાયત મદદનીશ, કેનીંગની કચેરી,નાયબ બાગાયત નિયમકની કચેરી, વડોદરા ઉપસ્થિત હતા . છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર,બોડેલી,તથા છોટા ઉદેપુર તાલુકાઓના કુલ 31 મહિલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ટ્રેનર રસિલાબેન આર.રાઠવાએ ટોમેટો કેચપ, પપૈયાં ટૂટીફ્રૂટી ,પાઈનેપલ સ્વેકશ, ફ્રુટ જામ જેવી વાનગીઓ બનાવવાની તાલીમ આપી હતી. જેમાં હાજર મહિલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેનું પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


