Gujarat

તેજગઢ ખાતે માહિતી વિભાગ  દ્વારા લોકોપયોગી સાહિત્યનું વિતરણ કરાયું 

ગુજરાત સરકાર દ્વારા આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાના તેજગઢ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન જિલ્લા માહિતી કચેરી, છોટાઉદેપુર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોને માહિતી નયમકની કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ લોકોપયોગી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વંદે ગુજરાત વિકાસયાત્રાના બીજા દિવસે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રાના સ્વાગત અને સામૈયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ ફારૂકઅહેમદ મેમણ, ફોટોગ્રાફર અલ્પેશભાઇ ચૌહાણ, વિડીયોગ્રાફર યશવંતભાઇ રાઠવા અને ડ્રાઇવર રાજુભાઇ રાઠવા કાર્યક્રમના કવરેજ અર્થે ઉપસ્થિત રહ્યા હતા. માહિતી ખાતાના આ સૌ કર્મયોગીઓએ માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ લોકોપયોગી સાહિત્યનું વિતરણ કર્યું હતું. તેમજ આ સાહિત્ય અંગે સમજ પણ આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

06-07-2022_-mahiti-vibhag-dwara-sahity-vitaran-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *