Gujarat

દાહોદના ઘુઘસમાં ચાર શખ્સો દ્વારા મહિલાને માર મારી ઘરમાં આગ લગાડી

દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક યુવક છોકરી ભગાડી ગયો હતો. જેની અદવાત રાખી તકરાર થઈ હતી. ચાર હુમલાખોરોએ એક મહિલાને માર મારી તેમજ મકાનના ઢાંચામાં આગ લગાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. જેને લઈ પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે. ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામમાં બારીયા ફળિયામાં ધુળા પ્રતાપભાઈ પારગી, નિતેશ ધુળાભાઈ પારગી, કાંતા ધુળાભાઈ પારગી અને હરસીંગ દલસિંગભાઈ વસૈયાએ ઇટા ગામે રહેતા જયંતી સોમજીભાઈ પારગી અને સુખીબેન બંનેને અપશબ્દો બોલી છોકરી ભગાડી ગયાની અદાવત રાખી અને કહ્યુ કે, તમારી છોકરીને પરત કેમ આપતા નથી અને કેમ નિકાલ કરતા નથી. તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ સુખીબેનને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જયંતીભાઈના ઘરના ઢાંચામાં આગ લગાડી નુકસાન પહોંચાડ્યું હતું. આ સંબંધે જયંતીભાઈ સોમજીભાઈ પારગી ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *