Gujarat

દૂધસાગર ડેરીમાં સાધારણ સભા પહેલા પૂર્વ વાઈસ ચેરમેન અને તેમના પુત્ર પર હુમલો

હેસાણા
દૂધસાગર ડેરીમાં યોજાયેલી સાધારણ સભામાં પાઈડર પ્લાન્ટના મુદ્દાને રદ્દ કરવા માટે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજી દેસાઈ સભામાં ડેરીના સત્તાધીશો સામે સવાલ જવાબ કરવા જવાના હતા, એ દરમિયાન આજે સવારે ડેરીના ગેટ પાસે મોંઘજી દેસાઈને ડેરીના સુપરવાઈઝર, સિક્યુરિટી દ્વારા લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો અને ગાડી પણ તોડી પાડવામાં આવી હતી. આ હુમલામાં ગાડીમાં સવાર મોંઘજી દેસાઈના પુત્ર અને ભાણાને પણ ટોળાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જેથી સ્વ બચાવમાં મોંઘજી દેસાઇના ભાણાએ પોતાની રહેલી બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ટોળું વિખેરાઈ જતા તેઓને રિક્ષા મારફતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં પોલીસને જાણ થતાં ડેરીના ગેટ પાસે મહેસાણા ડીવાયએસપી,બી ડીવીઝન પી.આઈ મહેસાણા એસઓજી ટીમ દોડી આવી હતી. હાલમાં આ મામલે હુમલો કરનાર ટોળા સામે મોંઘજી દેસાઇએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. મારો જનરલ સભામાં ઠરાવ હતો, સભામાં જવાનો હતો. એમના કરેલા કરતૂત અમારે બહાર લાવા હતા. ઠરાવમાં પ્રશ્ન પૂછવાના હતા અને જ્યારે હું અને મારો દીકરો ગાડી લઇ ડેરીના ગેટ પાસે આવ્યા ત્યારે ડેરીના સિક્યુરિટી, સુપરવાઈઝર સહિતના ટોળાએ મારી ગાડી રોકી મારી ગાડીમાંથી મને બહાર કાઢી ગાડી પર લાકડીઓ મારી હતી અને મને માર માર્યો હતો. આ દરમિયાન મારો દીકરો ગાડીમાંથી ઉતરી મને બચાવવા મારી તરફ આવ્યો, મારો ભણો પણ મને બચાવવા આવ્યો તેમને પણ ટોળાઓ માર માર્યો. બાદમાં તેની પાસે રહેલી લાયસન્સ વાળી રિવોલ્વર હતી જે સ્વ ભચાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરવાથી ટોળું વિખરાઈ ગયું હતુ. બાજુમાં રહેલા લોકોએ રિક્ષામાં અમને હોસ્પિચલ ખસેડ્યા હતા. આ એક આગોતર કાવતરું હતું ડેરીના ચેરમેનના આદેશથી આ કાવરતું રચાયું છે. મને અને મારા સાથે રહેલા લોકોને ખૂબ ઇજાઓ થઈ છે. મારા કપડાઓ ફાડી નાખ્યા છે અને મારા પૈસા કાઢી લીધા છે. રાજુ, જયંતિ, સાહિલ, ગૌરાંગ અને અન્ય લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *