Gujarat

નડિયાદમાં બાઈક અને સ્કુટરના અકસ્માતમાં ૧નું મોત

નડિયાદ
પેટલાદ તાલુકાના મહુડીયાપુરા ગામે રહેતા રમેશભાઈ રવજીભાઈ પરમાર ગઇકાલે પોતાનું બજાજ ચેતક સ્કૂટર નંબર (જીજે-૦૭-એએચ-૧૭૧૮) ચલાવીને નડિયાદ નજીકના નરસંડા રોડ ઉપર આવેલ મુજપુરા પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે મોટરસાયકલ નંબર (જીજે-૦૭-બીએમ-૨૯૨૨)એ ઉપરોક્ત વ્યક્તિને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉપરોક્ત સ્કૂટર ચાલક રમેશભાઇ પરમાર રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે મરણજનારના પુત્ર પ્રકાશે ચકલાસી પોલીસને જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદના આધારે અકસ્માત સંદર્ભે નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.નડિયાદના નરસંડા નજીક બે દ્રિચક્રી વાહનો અથડાતાં એક વાહન ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Chaklasi-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *