બોડેલી નગરમાં આજથી શરૂ થતા નવરાત્રી પર્વને લઈ અલીપુરાના જનશક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા તિરંગા થીમ થી ગરબીચોકને શણગારવામાં આવતા દિવસભર આ થીમને બોડેલી નગરમાં ખરીદી કરવા આવતા તમામ ગ્રામીનો જોવા માટે થંભી જતા હતા અને આ થીમ ને લઈ સમગ્ર અલીપુરા વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો
આસો સુદ એકમ થી શરૂ થતા માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવ ને લઈ સમગ્ર દેશમાં તેમજ સૌથી વધુ ગુજરાતમાં તેની ઉજવણી કરવામાં આવે છે અને આજરોજ બોડેલી નગરમાં પણ નવરાત્રી મહોત્સવની ઉજવણીને લઈ ગરબીચોક, ઢોકલીયા, સમર્પણ તેમજ અલીપુરા ખોડીયાર માતાના મંદિર પાસેના જનશક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી ને લઇ તમામ ગરબી ચોક ને સજાવી દેવામાં આવ્યા છે
જેમાં જન શક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા હાલ ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ ને લઈ દેશભક્તિનો માહોલ બની રહે તે હેતુથી સમગ્ર ગરબી ચોકની સજાવટમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત તિરંગા થીમ થી શણગાર કરવામાં આવ્યો છે જે શણગાર જોઈ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


