Gujarat

નવાબંદર ખાતે સમુહ શાદી સમારોહ યોજ્યો, 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા..

  ગિરગઢડા
 ભરત ગંગદેવ.
ઉના તાલુકાના નવાબંદર ગામે શુન્ની મુસ્લિમ ભાડેલા સમાજ દ્વારા  જમાતખાના હોલ ખાતે હઝરત ગુલામ ગૌષે અલ્વી સાહેબ (ધોરાજી વાળા) નાં પ્રમુખ સ્થાને સમારોહ યોજાયો હતો આ સમુહશાદીમાં 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા હતા.આ સમુહ શાદીમાં નવાબંદર મસ્જિદ નાં પેશંઈમામ શબ્બીર બાપુ દ્વારા 24 દુલ્હાઓ ને નિકાહ પઢાવવામાં આવ્યા હતા. નવાબંદર મુસ્લિમ સમાજ તથા સખીદાતાઓ દ્વારા નવદંપતિને ઘરવખરીની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી, જ્યારે આ સમુહ શાદીના મુબારક પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિને શાદીની મુબારકબાદી પાઠવી હતી.આ પ્રસંગે નવાબંદર ગ્રામ પંચાયતનાં સરપંચ સોમવારભાઈ મજેઠયા, કોળી સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઈ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી જુસબભાઈ મેર, નવાબંદર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સીદીકભાઇ ચૌહાણ અને કરમ ગરીબ નવાઝ કમીટી દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી.

IMG-20220715-WA0656.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *